પત્નીના ઓપરેશન માટે જામીન મંજૂર:ચોરીનો માલ ખરીદનાર સોની વેપારીએ 15 દિવસના જામીન માગતા કોર્ટે એક દિ’નાં જામીન આપ્યા

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણનાં સરસ્વતી તાલુકાનાં મુના, રતનપુરા ગામે તા. 18-7- 22નાં રોજ થયેલી 3.15.000ની કિંમતનાં રોકડ અને સોનાનાં દાગીનાની થયેલી ચોરીનાં બનાવમાં ઝડપાયેલા બે આરોપીની પૂછપરછનાં આ ચોરેલો માલ જેણે ખરીદેલો તે વેપારી કમલેશભાઇ ભરતભાઇ સોની રે. દેલાવાસ, તા. ઊંઝાની પણ પોલીસે ધરપકડ કરી હતી.આ આરોપીએ પોતાની પત્નિનાં ગર્ભાશયનાં ઓપરેશન માટે પાટણની સેસન્સ કોર્ટમાં અરજી અરજી દાખલ કરીને 15 દિવસનાં વચગાળાના જમીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી કરીને જજ એન.એસ. પ્રજાપતિએ આરોપીને તા. 13-1-2023નાં રોજ સવારે 9 થી સાંજે ઓપરેશન પૂરું થાય ત્યાં સુધી અથવા સાંજે પાંચ વાગ્યા સુધી કે જ દિવસ માટે પુરતા પોલીસ બંદોબસ્ત સાથે જે હોસ્પિટલમાં આરોપીની પત્નિનું ઓપરેશન હોય તે હોસ્પિટલમાં લઇ જવા અને સમય પૂરો થાય ત્યારબાદ બંદોબસ્ત સાથે પોલીસે તેને પાટણની સબ જેલમાં રજૂ કરીને તેનો રિપોર્ટ પાટણ કોર્ટમાં રજૂ કરવા તથા પોલીસ બંદોબસ્તનો ખર્ચની રકમ ભર્યેથી તેને બંદોબસ્ત આપવાનો હુકમ આપ્યો હતો.

આરોપી કમલેશ સોનીએ પાટણની સેસન્સ કોર્ટમાં પોતાની પત્નિનાં ગર્ભાશયનાં ઓપરેશનનાં મેડીકલ કાગળો રજુ કરીને વચગાળાનાં જામી માંગતા બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. આરોપીએ પત્નિનાં ઓપરેશન માટે તેનાં ખર્ચની સગવડ કરવા માટે પોતાની હાજરીની જરૂરી હોવાની રજૂઆત કરી હતી.

અત્રે નોંધનીય છે કે, સરસ્વતીનાં મુના ગામે રહેતા બાબુભાઇ માધાભાઇ પ્રજાપતિ તેમનાં અમદાવાદ ખાતે રહેતા દીકરાઓ પાસે રહેવા ગાય હતા. ત્યારે તેમનાં ઘરમાંથી તસ્કરોએ રૂા. 3,15,000ની મતાની ચોરી કરી હતી. જે કેસમાં પોલીસે ચિખલીગર ગેંગનાં બે આરોપી અવતારસિંગ અને લખતસિંગની અટકાયત કરી પૂછપરછ કરતાં તેઓ ચોરીનો માલ ઉપરોક્ત કમલેશ સોનીને વેચાણથી આપ્યો હોવાનું જણાવ્યું હતું. ને આરોપી કમલેશ પણ ચોરીનો માલ ખરીદ્યો એ ગુનો બનતો હોવાનું જાણતા હોવા છતાં તેઓએ ખરીદતાં તેઓ પોલીસનાં સંકજામાં આવતાં જેલમાં રહેવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...