• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Sky Of Patan Echoed With Shouts And Screams Of 'Ae Kapyo Hai', Patang Rasiyao Reached Agasi With His Family Early In The Morning.

પતંગોઓ આકાશમાં ઉડાન ભરી:'એ કાપ્યો છે'ની બુમો અને ચીચીયારીઓથી પાટણનું આકાશ ગુંજી ઊઠ્યું, વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા

પાટણ24 દિવસ પહેલા

પાટણ શહેર સહિત જિલ્લાભરનાં લોકોએ સવારથી ઉત્તરાયણમાં પતંગ ચગાવી મઝા માણી રહ્યા છે. સામાન્ય નાગરિકો સાથે રાજકીય અને સામાજીક અગ્રણીઓએ પણ પતંગની મઝા માણી હતી. પાટણ ખાતે ઉત્તરાયણ પર્વમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. નાના બાળકોથી લઈ યુવાનો કાપ્યું ...લપેટ.જેવી ચિચકારીઓથી ઉત્તરાયણ પર્વ ઉજવી રહ્યા છે.

પાટણ શહેરમાં શનિવારે મકરસક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા . જ્યાં તલસાંકળી, ફાફડા - જલેબી અને ઊંધીયાની જયાફત સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. પતંગ રસીકો જ્યારે પતંગ કાપે ત્યારે એ કાપ્યો છે..ની બુમો અને ચીચીયારીઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું . પતંગ ચઢાવવા માટે પુરતો પવન હોઇ પતંગ રસીયાઓ પતંગ ચઢાવવામાં મજા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...