રાધનપુરમાં રહેતા યુવાનના પિતાનું દસ માસ અગાઉ બિમારીથી મરણ થતાં પ્રોપટીને લઇ બહેન, ભાઇ વચ્ચે વિવાદ થતાં રવિવારે બહેનોએ અજાણ્યા માણસો લાવીને ભાઇના ઘરે જઇને જાનથી મારી નાખવાની ધમકી આપતાં સાત સામે ફરિયાદ નોંધાઈ છે. મિલકતના ઝઘડામાં બહેને અજાણ્યા શખ્સો પાસે ભાઈને મારી નાંખવાની ધમકી અપાવતાં મુદ્દે ચર્ચામાં રહ્યો છે.
રાધનપુરની વેદાંત બંગ્લોઝમાં રહેતા કલ્પેશભાઇ દેવચંદભાઇ ઠકકરના પિતાનું દસ માસ અગાઉ બિમારીના કારણે મરણ થતાં તેમની મિલકતને લઇ તેમની માતા અને બહેનો વચ્ચે ઝઘડો ચાલતો હતો. અા મામલે રવિવારે બપોરે કલ્પેશભાઇના ઘરે સાત શખ્સોઅો અાવ્યા હતા ત્યારે કલ્પેશભાઇ કહેલ કે અહીં કેમ અાવ્યા છો, તેમ કહેતાશખ્સોએ ઉશ્કેરાઇ જઈ મન ફાવે તેમ બોલી મારવા ધસી અાવ્યા હતા.
ત્રણ અજાણ્યા શખ્સોઅે જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી અને જતાં જતાં ત્રણે મોબાઇલમાં ફોટા લઇ લીધા હતા. અા અંગે યુવાનને રાધનપુર પોલીસ મથકે ઠકકર જયકિશનભાઇ ઠાકરસિંહભાઇ, ઠકકર ભાવનાબેન જયકિશનભાઇ, ઠકકર દક્ષાબેન પ્રકાશભાઇ, ઠકકર પ્રકાશભાઇ મયારામભાઇ રહે.રાધનપુર અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ધમકી આપવાના મામલામાં પોલીસે બહેન સહિત સાત સામે ગુનો નોંધ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.