• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Shivalayams Of Patan Resounded With The Sound Of Har Har Mahadev, The Devotees Worshiped Shiv Ji With Billipatra And Anointed Milk And Water.

શ્રાવણ માસનો બીજો સોમવાર:પાટણનાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, ભક્તોએ શિવજીને બિલીપત્ર ચડાવી દૂધ અને જળનો અભિષેક કર્યો

પાટણ2 મહિનો પહેલા
  • શહેરના શિવ મંદિરો વિવિધ આગી કરવામાં આવી

પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અનેરૂ મહત્વ હોય છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર અને પુત્રદા એકાદશી છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો વહેલી સવારથી જ ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરો વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.

ભક્તોએ શિવજીને વિવિધ દ્રવ્યો અર્પણ કર્યા
પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવ, જાળેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનને બિલિપત્ર દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં હરહર ભોળાનાથનો નાદ ગુજ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...