નિર્ણય:પાટણમાં પદ્મનાભના સપ્ત રાત્રી મેળો કોરોનાની ગાઇડ લાઇન સાથે યોજાશે

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા માત્ર 400 માણસોની છુટછાટ હોવાથી મંદિર પરિસર ખાતે મનોરંજનનાં સાધનો તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં નહીં આવે

પાટણ ખાતે પ્રજાપતિ સમાજમાં ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળાનો મોટો મહિમા છે કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી સાત મેળા રાતના સમયે શ્રી હરિની યાદમાં ભરાય છે. પરંતુ આ વખતે પણ કોરોના મહામારીના કારણે સપ્તરાત્રી મેળામાં મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવશે નહીં તેમજ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવું પડશે.

પાટણ ખાતે બિરાજમાન પદ્મનાભ ભગવાનને ગોળ અને તલની બનાવેલી રેવડીનો પ્રસાદ ધરાવાય છે એટલે આને રેવડીયા મેળા તરીકે પણ ઓળખાઇ છે. નિરંજન નિરાકાર શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત સ્વરૂપે દિવ્ય રવાડી અહીંથી પ્રગટે છે પ્રથમ રવાડી ગણપતિની જે જગ્યામાં વિરામ પામે છે અને બીજી શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત રવાડી નરસિંહજી મંદિર પાટણ આવે છે. ત્રીજી જ્યોત રવાડી હરદેવજી તે કુંલડીવાસ વિરામ લે છે અને ચોથી ભગવાન શ્રી નકળંગની જ્યોત રવાડી અગાસીયા વિરે વીરામ લે છે. આમ પદ્મા વાડીમાંથી ચાર જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

પ્રજાપતિ-સ્વામી પરિવારના દેશ-વિદેશમાં રહેતા લોકો પણ સપ્ત રાત્રી મેળાના જ્યોતના દર્શન કરવા ખાસ પાટણ આવે છે. મેળાના પ્રથમ દિવસે માનતા સ્વરૂપે ઘરેથી દીવા પ્રગટાવતા પ્રગટાવતા લોકો ભગવાનના દ્વારે જાય છે અને પ્રથમ દિવસે નવપરણિત દંપત્તિઓ પોતાના નિવાસસ્થાનેથી પદ્માનાથ વાડી સુધી સાત ફેરા ફરે છે. પાટણના અઢારે વર્ણના લોકો આ સપ્ત રાત્રી મેળાના જ્યોતના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે.

18 નવેમ્બરથી ભગવાન શ્રી પદ્મનાભના શરૂ થનાર સપ્તરાત્રી મેળા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડ લાઈન મુજબ યોજાનાર હોવાનું મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા જાણવા મળ્યું હતું સરકાર દ્વારા માત્ર 400 માણસોની છુટછાટ હોવાથી મંદિર પરિસર ખાતે મનોરંજનનાં સાધનો તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉભા નહીં કરાય. અને ભગવાનની જયોત સ્વરૂપે નિકળતી રવાડીનાં દર્શનનો લાભ પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભક્તો લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...