• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Seven Night Fair Of Lord Padmanath Held In Patan City Has Been Canceled This Year Also, The Temple Will Remain Open For Darshan

મેળો રદ્દ-મંદિર ખૂલ્લું:પાટણ શહેરમાં યોજાતો ભગવાન પદ્મનાથનો સપ્ત રાત્રી મેળો આ વર્ષે પણ રદ્દ કરાયો, દર્શન માટે મંદિર ખૂલ્લુ રહેશે

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ મેળો કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી સાત દિવસ યોજાય છે ભક્તો કોરોના ગાઇડલાઇન મુજબ ભગવાનના દર્શન કરી શકશે

પાટણ શહેરમાં ભગવાન પદ્મનાભના આગામી કારતક સુદ ચૌદસથી શરૂ થતાં સાત દિવસના મેળાને રદ્દ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને આ મેળો રદ્દ કરવામાં આવ્યો છે. જોકે, સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે તેવી વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટી ગણ દ્વારા કરવામાં આવી છે.

પાટણમાં પ્રજાપતિ જ્ઞાતિમાં ભગવાન પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળાનો મોટો મહિમા છે. આ મેળો કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી સાત દિવસ યોજાય છે. મેળો રાતના સમયે શ્રી હરિની યાદમાં ભરાય છે. જેમાં ભગવાનને ગોળ તથા તલની બનાવેલી રેવડી પ્રસાદ ધરાવવામાં આવે છે, એટલે આને રેવડીયા મેળા તરીકે પણ ઓળખાય છે. આ મેળાને આ વર્ષે પણ રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે ભક્તો કોરોના ગાઇડલાઇન મુજબ ભગવાનના દર્શન કરી શકશે.

મેળાના પ્રથમ દિવસે માનતા સ્વરૂપે ઘરેથી દીવા પ્રગટાવતા પ્રગટાવતા ભગવાનના દ્વારે જાય છે અને પ્રથમ દિવસે નવપરણિત દંપત્તિઓ પોતાના નિવાસસ્થાનેથી પદ્માનાથ વાડી સુધી સાત ફેરા ફરે છે. પાટણના અઢારે વર્ણના લોકો આ સપ્ત રાત્રી મેળાના જ્યોતના દિવ્ય દર્શન કરી પોતાની જાતને ભાગ્યશાળી માને છે.

અન્ય સમાચારો પણ છે...