• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Service minded Youth Who Served Mineral Water In Patan At The Time Of Corona And In The Scorching Heat Of Summer Provided An Excellent Example Of Humanity.

માનવતા:પાટણમાં કોરોનાનાં કપરાં સમયે અને ઉનાળાની બળબળતી ગરમીમાં મિનરલ વોટરની સેવા પૂરી પાડતા સેવાભાવી યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક માસથી કોરોના દદીઓ અને તેમના પરિવારજનો સાથે કોરોના વોરિયર્સોને પાણીની સેવા પૂરી પાડે છે

પાટણ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત બનેલા દર્દીઓને તેમજ તેમના સગા સંબંધીઓ સહિત કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરતા તબીબો, સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકર્તાઓને મિનરલ વોટરની નિસ્વાર્થ સેવા પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ કેટલાક સેવાભાવી યુવાનો દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ કોરોનાની બીજી લહેરમાં સંકમિત બનેલા દદીઓને તેમજ તેમનાં પરિવારજનોની હાલત કફોડી બની છે.

ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને તેમજ તેમના પરિવારજનોની સાથે સાથે કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા તબીબો, સેવાભાવી સંસ્થાઓને મિનરલ વોટરની સેવા ઉપલબ્ધ બની રહે તેવાં ઉમદા હેતુથી છેલ્લા એક માસથી પાટણના દેવ રોડ લાઇન્સનાં માલિક અલ્પેશભાઈ બારોટ, ભરતભાઈ પ્રજાપતિ તેમજ અંબિકા ચુના ભંડાર થરાનાં પ્રકાશભાઈ ઠક્કર અને જે.પી.જવેલર્સ સરીયદના જિમીતભાઈ સોની દ્વારા પોતાના સેવાભાવી મિત્ર પ્રવિણસિંહ રાજપૂત અને રિલાયન્સ ફાઉન્ડેશન પાટણ ના મુકેશભાઈ દેસાઈની પ્રેરણાથી પુરી પાડવામાં આવી છે.

ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને કોરોના ની મહામારીમાં કોરોના સંકમિત દર્દીઓને તેમજ તેમના પરિવારજનોની સાથે સાથે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તબીબો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મિનરલ વોટર ની સેવા પૂરી પાડવા બદલ સેવાભાવી યુવાનો ની સેવાને બિરદાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...