હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા માર્ચ જુનની બાકી રહેલી પરીક્ષાઓ વેકેશનમાં લંબાવ્યા બાદ હવે એક ઓગસ્ટથી લેવામાં આવનાર છે. જેમાં સ્નાતક અનુસ્નાતક 22 અભ્યાસક્રમની પરીક્ષાઓ શરૂ થશે જેમાં અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
યુનિવર્સિટી દ્વારા આર્ટસ અને મેડિકલ ફેકલ્ટીની સ્નાતક અનુસ્નાતક સેમ ત્રણની બાકી રહેલ પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે. જેમાં એ એમડી હોમિયોપેથીક પાર્ટ ટુ , બેચલર ઓફ ડિઝાઇન, બી.એ બી.એડ , એમએસસી ન્યુ એન્ડ ઓલ્ડ કોર્સ , જેવા વિવિધ 22 અભ્યાસક્રમોની પરીક્ષા 1 ઓગસ્ટના રોજ થી સંલગ્ન કોલેજોમાં ફાળવેલ પરીક્ષા સેન્ટરો ઉપર અલગ અલગ સેશનમાં લેવાશે.
આ પરીક્ષાઓમાં ગેરરીતિ ના થાય તે માટે સ્પેશિયલ યુનિવર્સિટી દ્વારા સ્કોરની ટીમ ઓચિંતી મુલાકાતો લેશે. અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. તેવું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.