હોદ્દા પરથી દૂર:હારીજનાં બોરતવાડા ગ્રામ પંચાયતના સરપંચને ભષ્ટ્રાચાર મામલે હોદ્દા પરથી દૂર કરાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરા વસૂલાતના મુદ્દે વારંવાર સૂચનાનો અનાદર કરતા ડીડીઓ દ્વારા હોદ્દા પરથી દૂર કરાયા

હારીજ તાલુકાના બોરતવાડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નાણાંકીય ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની રજૂઆત બાદ હાથ ધરાયેલી તપાસ અને તપાસનો આખરી અહેવાલ રજૂ થતાં સરપંચ કસૂરવાર જણાઈ આવતા આખરે પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરાતા સનસનાટી મચી જવા પામી છે .

આ બાબતે મળતી હકીકત મુજબ, હારીજ તાલુકાના બોરતવાડા ગ્રામ પંચાયતના સરપંચ મકવાણા મહેશ ગાંડાભાઇ દ્વારા તેમના કાર્યકાળ દરમ્યાન સરકારની નાણાંકીય ખર્ચની જોગવાઇ વિરૂધ્ધ રૂા. 1500થી વધુની રકમનું ચૂકવણું એકાઉન્ટ પેના ચેકથી કરવાના બદલે સરપંચ દ્વારા રોકડ ચૂકવણું કરવાના 41 જેટલા કિસ્સા ધ્યાન ઉપર આવવા સાથે સરપંચે વિકાસ કામો માટે જરૂરી માલસામાનની ખરીદી તેમજ ગ્રામ પંચાયતના કામે ખરીદેલ વસ્તુઓના સરકારની ખરીદ પદ્ધતિ અનુસાર ભાવો મેળવ્યા વગર સીધી બજારમાંથી ખરીદી કરવા સાથે વેરા વસૂલાતની પહોંચ પોથી પોતાની પાસે રાખી પોતાની સહીથી વેરા વસૂલાતની પાવતીઓ આપી આવેલી રોકડ રકમ પોતાની પાસે હાથ ઉપર રાખી બારોબાર ખર્ચ કર્યો હોવાની ફરીયાદો બાદ ગામના જ એક અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવતા તેની તપાસ હારીજ તા.વિ.અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હતી,

તપાસને અંતે આખરે અહેવાલ સુપ્રતા કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચ કસૂરવાર જણાઇ આવતા તેઓને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તે નોટિસોને ન ગણકારવામાં આવતા આખરે પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશભાઈ મેરજા દ્વારા બોરતવાડા સરપંચને હોદ્દા પરથી દૂર કરી દેવાતા સનસનાટી મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...