કાર્યક્રમ:પાટણ કોલેજના સંસ્કૃત વિભાગે કુણઘેર ગામને દત્તક લીધું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ

પાટણની પી.કે.કોટવાલા આર્ટસ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કુણઘેર ગામ દત્તક લેવાયું છે. આ અંતર્ગત કુણઘેર સાર્વજનિક હાઇસ્કૂલમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત”, “સ્વર્ણિમ ગુજરાત”, “આઝાદીના ઘડવૈયા” વગેરે વિષય પર નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કોલેજના આચાર્ય એલ.એસ. પટેલ, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ર્ડા. કે.ડી.વૈષ્ણવ, સંસ્કૃત વિભાગના ર્ડા. રીટા પારેખ, ર્ડા. ભાવેશભાઇ ચૌધરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...