• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Sanitation Branch Of Patan Municipality Started A Cleaning Campaign On Patan Goods Magh From Ganjashid Pir Of The City.

સફાઈ અભિયાન:પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના ગંજસહિદ પીરથી પાટણ ગુડઝ માગૅ પર સફાઈ અભિયાન શરૂ કરાયું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની કામગીરી પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપુત ની આગેવાની હેઠળ સ્વચ્છતા શાખાના કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન કામગીરી કરી રહ્યા છે ત્યારે શનિવારના રોજ શહેરના ગંજસહિદ પીર ચોક થી પાટણ ગૂડ્ઝ સુધીનાં માગૅ પર સફાઈ કર્મચારીઓ દ્વારા બ્રશ ની કામગીરી કરવામાં આવી હતી અને આ સફાઈ કામગીરી દરમિયાન એકત્ર કરવામાં આવેલ રેતીનાં ઢગલાઓને ટ્રેકટરની મદદથી દુર કરી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાલિકા ની સ્વચ્છતા શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત દ્વારા શહેરીજનોને પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને પાલિકા ની સફાઈ અભિયાન કામગીરી માં સહકાર આપવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...