તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જર્જરિત મકાન:વરસાદના કારણે પાટણ તંબોળીવાડામાં જર્જરિત મકાનનો કાટમાળ ધરાશાયી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 40 જર્જરિત મકાનો પડવાના વાંકે ઉભા છે છતાં પાલિકા તંત્ર માત્ર નોટિસ પાઠવી સંતોષ માની રહ્યું છે

બે દિવસ અગાઉ થયેલા વરસાદના કારણે પાટણ શહેરમાં આવેલા તંબોળીવાડાના જર્જરિત બંધ મકાનનો કાટમાળ ધરાશાયી થતા આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.

તાજેતરમાં જ શહેરનાં ભઠ્ઠીનાં માઢમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતાં બેના મોત થયા હતા. શહેરમાં અંદાજે 40 જર્જરિત મકાનો છે ચોમાસાના કારણે આ મકાનો પડવાનો ભય લોકોને સતાવી રહ્યો છે ત્યારે પાલિકા મકાનો દૂર કરવાના બદલે માત્ર નોટીસ આપી સંતોષ માની રહ્યું છે. બે દિવસ પૂર્વે મોડી રાત્રે ગાજવીજ સાથે પડેલાં વરસાદના કારણે શહેરનાં ઢાળ ઉતાર તંબોળીવાડામાં વર્ષો જુના જર્જરિત મકાનનો કાટમાળ અચાનક ધરાશાયી થતાં વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે,મોડી રાત્રે મકાનનાં કાટમાળ ધરાશાયી થવાની ઘટના બની હોવાથી જાનહાની ટળી હતી.

વિસ્તારમાં રહેતા અંજનાબેન સોનીએ જણાવ્યું કે અમદાવાદ રહેતાં જર્જરિત મકાનના માલિકને અને પાલિકામાં અનેક વખત જર્જરિત મકાન પડે તેમ હોવાની જાણ કરી હોવા છતાં મકાન માલિક કે પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતાં આખરે રાત્રે આ મકાનનો કાટમાળ ધરાશાયી થયો છે.

અન્ય સમાચારો પણ છે...