તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો આતંક:લૂંટારાઓ વૃદ્ધના ગળા ઉપર છરી મૂકી તિજોરી ખોલી ઘરેણાં લૂંટી ગયા, પણ ગણતરીના સમયમાં બે આરોપી ઝડપાયા

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણની સંસ્કાર સોસાયટીમાં છરીની અણીએ વૃદ્ધના ઘરમાંથી રૂ.1.47 લાખની લૂંટ
  • સાંજે 8:30ના અરસામાં મોઢે કપડું બાંધીને આવેલા શખ્સો ટુ-વ્હિલર પણ લઈ ગયા

પાટણ શહેરના નવાગંજ વિસ્તારમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં સમી સાંજે એક વૃદ્ધના ગળા ઉપર છરી મૂકી ઘરમાં ઘૂસી રોડક, મોબાઈલ, ઘરેણાં અને ટુ- વ્હિલર સહિત કુલ રૂ.1.47 લાખની મતાની લૂંટ ચલાવી લૂંટરાઓએ તરખાટ મચાવવાનો મામલો સામે આવ્યો છે. જેમાં લૂંટના બે આરોપીને બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી જેલ હવલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

68 વર્ષીય સુરેશચંદ્ર પ્રજાપતિ સાથે આ લૂંટનો બનાવ બન્યો
પાટણની સંસ્કાર સોસાયટીના 8-એ નંબરના મકાનમાં રહેતા 68 વર્ષીય સુરેશચંદ્ર ગીરધરલાલ પ્રજાપતિ સાથે આ લૂંટનો બનાવ બન્યો છે. જેઓએ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ ગુરૂવારના રોજ સાંજે 8:30કલાકના અરસામાં એક મરણમાં હાજરી આપી પોતાના ઘરે આવ્યાને પોતાનું ટુ-વ્હિલર પાર્ક કરી ઘરમાં પ્રવેશતા હતા.

બેડરૂમમાં જઈને તિજોરી ખોલી તેમાંથી સોના-ચાંદીના ઘરેણાં લૂંટી લીધા
ત્યારે અચાનક બે લૂંટારૂઓ આવીને સુરેશચંદ્રના ગળા ઉપર છરી મૂકી ધક્કો મારી ઘરમાં ધકેલી દીધા હતા. અને તેઓ પાસેથી 500 રૂપિયા રોકડ અને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. અને તુરંત ઘરના બેડરૂમમાં જઈને તિજોરી ખોલી તેમાંથી સોના-ચાંદીના ઘરેણાં લૂંટી લીધા હતા. અને મેસ્ટ્રોની ચાવી પણ ઝુંટવી લઈ મેસ્ટ્રો લઈને નાસી છૂટ્યા હતા. આ મામલે શહેર બી ડીવીઝન પોલીસે લૂંટારાઓનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...