પાટણમાં રેલવે નાળા પાસે ભૂગર્ભ ગટરની નવીન પાઇપલાઇન નાખવા માટે અંદાજે દસ દિવસ માટે રોડ બંધ કરી વાહનોને અન્ય રસ્તાઓ પર ડાયવર્ઝન આપવા માટે રોડ બંધ કરવામાં આવનાર હોય વાહન ચાલકોને એકથી વધુ કિલોમીટર દૂર ફરીને શહેરમાં આવવાની ફરજ પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવનાર છે.અહીં અંદાજે 8 મીટર લંબાઈની ઊંંધા L આકારની પાઈપલાઈન નાખવામાં આવશે. પહેલાં ડાબી અને પછી ઉ જમણી તરફ કામ કરાશે.
ટણ શહેરમાં રેલવે ફાટક પાસે નવીન બ્રિજ બની રહેલ હોય એક માર્ગીય સાઈડ રોડ પર દિવસભર ટ્રાફિક રહેતા સિદ્ધપુર - ચાણસ્મા હાઇવે તરફથી શહેરમાં અંદર પ્રવેશ માટે મોટાભાગના વાહનચાલકો પ્રથમ રેલવે ગરનાળા રોડ ઉપરથી અવર જવર કરી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા હવે રેલવે નાળાથી પંપીંગ સ્ટેશન સુધી અંદાજે 7 મીટર ઊંડાઈએ ભૂગર્ભ ગટર માટે નવીન પાઇપલાઇન નાખવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી અંદાજે દસ દિવસ સુધી ચાલશે.
7 મીટર ઊંડાઈનો મોટો ખાડો ખોદવામાં આવનાર હોય જાનહાની થવાનો ભય રહેલો હોય કામગીરી દરમ્યાન રેલવે ગરનાળા વાળો માર્ગ બંધ કરવા અને વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવા માટે ચીફ ઓફિસર દ્વારા કલેક્ટરમાં દરખાસ્ત કરવામાં આવી છે. ટૂંક સમયમાં થોડા દિવસો માટે આ રસ્તો બંધ કરવામાં આવનાર હોય આ માર્ગ હાલમાં હાઈવે વિસ્તારોમાંથી શહેરમાં પ્રવેશ કરવા માટે વાહન ચાલકો માટે મહત્વનો માર્ગ હોય બંધ થતા તેમને ફરીને શહેરમાં આવવાની ફરજ પડતા પારેવા લાગી ભોગવી પડશે.
શહેરમાં વાહન ચાલકો માટે ત્રણ રસ્તાઓ સૂચવ્યા છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.