• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Road Near BD High School In Patan Is Getting Flooded With Rainwater, Causing Problems For Drivers Including Students

બિસ્માર રસ્તાથી હાલાકી:પાટણના બી ડી હાઈસ્કૂલ પાસેનો રોડ બિસ્માર હાલતમાં, ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો પરેશાન

પાટણ18 દિવસ પહેલા
  • વરસાદના કારણે રોડ પર ગંદકી થતા મચ્છરોનો ઉપદ્રવના પગલે રોગચાળો થવાની પણ શક્યતા

પાટણ શહેરમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદે પાલિકાતંત્રના રોડ-રસ્તાના વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી નાખી છે. શહેરને જોડતા વિવિધ રસ્તા પર વરસાદી પાણી ફળી વળતા માર્ગો બીસ્માર બની ગયા છે. પાલિકા તંત્ર દ્વારા છ મહિના અગાઉ લાખો રુપિયાના ખર્ચે હયાત માર્ગો પર ડામરનું પેવીંગ કર્યા બાદ પ્રથમ વરસાદમાં જ ડામર ઉતરી જતા તમામ માર્ગો પર ખાડા પડી ગયા છે.

વાહનચાલકોને ભારે હાલાકી
પાટણના ફાટીપાળ દરવાજા બહાર રાણકીવાવને જોડતો હેરીટેજ માર્ગ સદંતર બીસ્માર બની ગયો છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ રાણકીવાવની મુલાકાતે આવતા સહેલાણીઓ પણ આ માર્ગોની બીસ્માર હાલતને પગલે હાલાકી ભોગવી રહ્યા છે.

લેવલીંગની કામગીરી બરોબર ના કરાતા એક તરફનો રસ્તો બંધ
આ વિસ્તારમાં માર્ગોની બીસ્માર હાલતને લઇ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થિઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ફાટીપાળ દરવાજાથી બીડી હાઇસ્કૂલ તરફ જવાના એક તરફના માર્ગ પર મોટા ખાડા પડી જવાના કારણે તેમજ લેવલીંગની કામગીરી બરોબર ના કરવાને કારણે એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફના માર્ગ પરના ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે ગંદકી થઈ થઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહો છે જેના કારણે રોગચાળો થવાની સાંભવના છે. ત્યારે આ રોડ પરથી શાળાના બાળકો પર પસાર થઈ રહ્યા છે. જેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે.
રોડ રિપરીગ કરી ચાલુ કરવામાં આવે તો રાહત
રમેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી આ એક બાજુનો માર્ગ બંધ છે. બાજુમાં સ્કૂલ છે જેથી બધા વાહનો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ આ એક બાજુના ચાલુ રોડ પર થી પસાર થઈ રહ્યા છે. જેના કારણે અકસ્માત પણ થવાની સંભાવના છે. તો સત્વરે આ એક બાજુનો રોડ રિપરીગ કરી ચાલુ કરવામાં આવે તો લોકોને રાહત થઈ શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...