રાધનપુર મોટી પીપળીથી ગોતરકા ગામ જવાનો 9 કિલોમીટરનો રોડ નું કામ કોન્ટ્રાકટર દ્વારા કોઈ કારણસર પડતું મૂકતા 1 વર્ષથી રોડ તૂટેલી હાલતમાં હોય ગ્રામજનો મજબૂરીવશ બિસમાર રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રાધનપુરના મોટી પીપળી ગામથી ગોતરકા ગામ જવાનો 9 કિલોમીટરનો માર્ગ બે કરોડ રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા મંજૂર કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા નવીન રોડ બનાવવા માટે જૂનો રોડ તોડી પાડ્યો હતો અને નવીન રોડ બનાવવા માટે રાધનપુરના ધારાસભ્ય પ્રભુભાઇ દેસાઇ દ્વારા નવીન રોડ માટે ખાતમુહૂર્ત કર્યું હતું.
કોરોના મહામારીના કારણે કામ બંધ રહ્યા બાદ ફરીથી શરૂ થવા પામી છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા લાંબા સમયથી કોઈ કારણોસર નવીન રોડ બનાવવાનું કામકાજ શરૂ ન કરાતાં રોડ તૂટેલી હાલતમાં પડયો રહેતા એક માત્ર મુખ્ય માર્ગ હોય ગ્રામજનો અને વાહનચાલકોને તૂટેલા રોડ પરથી જ પસાર થતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ અંગે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ અનેક રજૂઆત કરવા છતાં આજદિન સુધી રોડની કામગીરી શરૂ ન થતાં ભારે રોષ જોવા મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.