રહીશોનો વિરોધ:પાટણમાં માતરવાડીથી હરિહર સુધીનો રોડ બદતર, પાલિકાના આંખ આડા કાન

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડમાં ખાડાઓ અને કદાવ કિચડને લઇ 700 પરિવારો પરેશાન

પાટણ શહેરમાં સિધ્ધપુર હાઈવેથી માતરવાડી હરિહર મંદિર સુધીનો ડામરનો રોડ સંપૂર્ણ તૂટી જતાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પસાર થવું પણ ભારે મુશ્કેલ બન્યું છે. 700 જેટલા પરિવારો માટે અવર-જવર કરવાનો મુખ્ય રસ્તો હોય તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા રોડની સમસ્યા હાલ કરવામાં આવે તેવી માંગ સાથે સોસાયટી બહાર રહીશો એકત્ર થઈ નગરપાલિકા સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જો નગરપાલિકા રોડની સમસ્યા હાલ નહીં કરે તો ચૂંટણી સમય પ્રચાર કરવા આવતા રાજકીય નેતાઓને પ્રવેશ પ્રતિબંધ કરવાની પણ ચીમકી આપી હતી.સિદ્ધપુર હાઇવે ફાઈવ એલપી ભવનથી હર મહાદેવ મંદિર સુધીનો ડામરનો રોડ તૂટી જતામાં વાહન ચાલકોને ઘરથી બહાર નીકળવા માટે ભારે મુશ્કેલી ઊભી થવા પામી છે.

જેમાં રસ્તા ઉપર ગટરના ઢાંકણા ખુલ્લા હોય ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા હોય તેમ જ વરસાદી પાણીથી કાદવ કિચડ પથરાતા રસ્તા ઉપર થી પસાર થતા વાહન ચાલકો ખાડામાં પડવા ઉપરાંત વાહનો ફસાઈ જતા બહાર નીકળવું ભારે પડી રહ્યું છે. લોકો દ્વારા ચોમાસા પૂર્વે જ ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી.

પાલિકા રોડ નહીં બનાવે તો ચૂંટણી સમયે પ્રચાર માટે નહીં પ્રવેશ પર પ્રતિબંધ લગાવીશું : રહીશો
સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોય ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ કે સ્કૂલ રિક્ષાવાળાઓ પણ અંદર આવતા નથી જેને લઇ સામાન્ય વસ્તુ લેવા માટે પણ બજારમાં બહાર જવું પડે છે. સ્કૂલ રિક્ષા અંદર ન આવતાં ચાલીને મૂકવા જવું પડે છે. જો અમારે પસાર થાય તેવો યોગ્ય રોડ બનાવવામાં નહીં આવે તો ચૂંટણી સમયે નગરપાલિકાના સભ્યોને અહીંયા પ્રચાર કરવા આવું ભારે પડશે. જેથી અમારી રોડની સમસ્યા તાત્કાલિક ધોરણે હાલ કરવામાં આવે તેવી અમારી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...