તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયવર્ઝન:સિદ્ધપુરમાં ઓવરબ્રિજની કામગીરીથી ખળી ચાર રસ્તાથી બિલીયા સુધી રસ્તો બંધ કરાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન વ્યવહાર માટે અન્ય બે વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ઝન

સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરીના પગલે જાહેર સલામતી માટે ટ્રાફિકની અવર-જવરમાં મુ્શ્કેલી ઉભી ન થાય તે માટે સિદ્ધપુર સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી તા.30 જૂન સુધી ખળી ચાર રસ્તાથી બીલીયા સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. સાથે જ વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે.

વૈકલ્પિક રસ્તાઓ આ રસ્તો બંધ કરવા સાથે ખળી ચાર રસ્તા- બિંદુ સરોવર બસ સ્ટેશન - અશોક સિનેમા - એમ.પી. હાઈસ્કુલ- આઈસ ફેક્ટરી- સરસ્વતી નદીનો બેઠો પુલ- બિલીયા તરફ જતો 7.2 કિ.મીનો માર્ગ વૈકલ્પિક રસ્તા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ઉપરાંત ખળી ચાર રસ્તા - બિંદુ સરોવર બસ સ્ટેશન - અશોક સિનેમા - લાલેશ્વર મહાદેવ - સહસ્ત્ર કળા મંદિર- લાલપુર- બિલીયા તરફનો 8.1 કિ.મી. માર્ગ પણ વૈકલ્પિક રસ્તા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા ડી.એફ.સી.સી. રૂટ ઉપર સિધ્ધપુર પાસે ખળી ચાર રસ્તા ઉપર ઓવર બ્રીજ બાધવાનો હોઈ ટ્રાફીક ડાયવર્ટ કરવા વૈકલ્પિક રસ્તાઓની વિગતો મોકલી આપવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન રસ્તા ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવો જરૂરી હોઈ વૈકલ્પિક વાહન વ્યવહાર માટેના મેપ મોકલી આપી તે પૈકી કોઈ એક પર ડાયવર્ઝન આપવા જાહેરનામું પ્રસિદ્ધ કરવા પ્રાંત અધિકારીને દરખાસ્ત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...