પરિણામ જાહેર:પાટણની વિવિધ સ્કૂલોમાં ધોરણ 11 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા સ્કૂલ ખાતે પહોંચ્યા
  • ધોરણ 9નાં વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે

પાટણની વિવિધ સ્કૂલોમાં ધોરણ 11 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરની વિવિધ સ્કૂલોમાં પરિણામ મેળવવા વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા.

ધોરણ 11 સાયન્સ અને કોમર્સના પરિણામો જાહેર થવા બાબતે પાટણ શહેરની એક્સપરિમેન્ટલ સ્કૂલના આચાર્ય ધનરાજ ઠક્કરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરિણામ મેળવી ખુશખુશાલ જોવા મળ્યા છે. ધોરણ 9નાં વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ઉનાળુ વેકેશન આગામી તારીખ 13-6-2022ના રોજ પૂર્ણ થયા બાદ નવા સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓ પ્રફુલ્લિત વાતાવરણમાં પોતાનો આગળનો અભ્યાસક્રમ શરૂ કરશે. તેઓએ ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ ક્ષેત્રે પાટણનું નામ રોશન કરે તેવા આશિર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...