માંગ:પોલીસ ગ્રેડ પે મામલે પાટણમાં રાજપૂત કરણી સેનાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાતના પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેડ પે નહી મળતો હોવા બાબતે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સમાજ, સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોલીસ કર્ણચારીઓની ગ્રેડ પે સહિતની વિવિધ માંગ સંતોષવામા આવે તેવી રજૂઆત કરી રહ્યા છે. ત્યારે સોમવારનાં રોજ પાટણ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે જવાબદાર અધિકારીને આવેદનપત્ર પાઠવી પોલીસ કર્મચારીઓની ગ્રેડ પે સહિતની માગણીઓ સરકાર દ્વારા સંતોષવામા આવે તેવી સરકારને ઉદેશી માંગ કરવામા આવી હતી.

પાટણ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા આયોજિત આ આવેદનપત્ર કાર્યક્રમમાં સુધીરસિહ રાજપૂત, દશરથસિંહ વાધેલા, અનુપસિંહ વાધેલા, પ્રભાતસિંહ વાધેલા, ભૂપતસિંહ રાજપૂત સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...