રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય લવીંગજી ઠાકોર સમી તાલુકાના વેડ ધામ ગામે આવેલ અખિલ ગુજરાત નરવૈયા રાજપુત સિંધવ પરિવાર ના કુળદેવી આઈ શ્રી સિંધવાઇ માતાજી મંદિરના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને આગેવાનો સાથે સમસ્યા અને વિકાસ કરવા બાબતે ચર્ચાઓ કરી હતી.
રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સમી તાલુકાના વેડ ધામ ગામે આવેલ અખિલ ગુજરાત નરવૈયા રાજપુત સિંધવ પરિવાર ના કુળદેવી આઈ શ્રી સિંધવાઇ માતાજી મંદિરના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા ગામ તથા પંથકની વિવિધ સમસ્યાઓ અંતર્ગત ચર્ચા વિચારણા કરી હતી અને આગેવાનોને સાંભળ્યા હતા.
આ પ્રસંગે વેડશીટના તાલુકા પંચાયત સદસ્ય અનિલ સિંહ હેરમા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ કનુભાઈ સિંધવ , રૂપનગર ગામના સરપંચ જીતુભાઈ તથા ઉપસરપંચ ધર્મેશભાઈ, ગુજરવાડા ગામના યુવા સરપંચ મેહુલભાઈ સિંધવ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.