સિધ્ધપુર તાલુકાની કાકોશી ગામે આવેલા પોલીસ સ્ટેશનમાં સવારે અગિયારેક વાગ્યાનાં સુમારે કાકોશીનાં ઇન્દીરા પરાનાં એક કુટુંબનાં ચારેક સભ્યોએ આવીને કોઇ વ્યક્તિને પોલીસ છાવરી રહી હોવાનો આક્ષેપ અત્રેનાં પોલીસ અધિકારી અને સ્ટાફ સામે કરીને હોબાળો મચાવી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના બની હતી ને પોલીસને પોતાની સરકારી ફરજમાં અડચણરુપ બન્યા હતા. પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગેની મળતી માહિતી મુજન સિધ્ધપુરનાં કાકોશી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ પોતાની ફરજમાં વ્યસ્ત હતા ત્યારે સવારે 11 વાગ્યાના સુમારે કાકોશીનાં ઇન્દીરાપરાનાં પરા વિસ્તારમાં રહેતા નસરુદ્દીન ફકીર તેમની પત્નિ, પિતા અને માતા તથા બાળકો સાથે આવ્યા હતા અને અત્રેનાં એએસઆઇ દિલીપકુમારને કહેલ કે, ‘અમારા મહેલ્લાના એક વ્યક્તિએ અમારી સાથે માથાકુટ કરી છે. તે બાબતે ગઇકાલે અમારે
અંદરો અંદર સમાધાન થયેલ પરંતુ તે પછી પણ આ વ્યક્તિ અમારી સાથે બોલાચાલી કરે છે. એમ કહેતાં દિલીપભાઇએ આ બાબતે બીટ જમાદારને મોકલીને સામાવાળાને પોલીસ સ્ટેશન બોલાવીને તમને બધાને સાંભળીને યોગ્ય કાર્યવાહી કરીશું. તેમ કહીને તેઓને થોડીવાર બેસવા કહેતાં એક મહિલાએ એએસઆઇ દિલીપભાઇને કહેલ કે, આ સામાવાળો વ્યક્તિ 15 દિવસથી અમને હેરાન કરે છે. તેથી દિલીપભાઇએ એ મહિલાને કહેલ કે, એ વ્યક્તિ તમને 15 દિવસથી હેરાન કરે છે તો આજે કેમ જાણ કરવી જોઇએ. તેમ કહેતાં આ મહિલાએ ઊંચા અવાજે બોલતાં કહેલ કે, તમે પોલીસવાળા કોઇ કાર્યવાહી કરતા નથી.
આમ બોલતાં હોબાળો થતાં હે.કો. અશ્વિનભાઇએ આવીને મહિલાને મોટેથી ન બોલવા કહેવા છતાં તે મોટેથી બોલતાં ચેમ્બરમાં બેઠેલા પી.એસ.આઇ. એસ.બી. સોલંકીએ પોલીસ કર્મીઓને આ હોબાળા અંગે પુછતાં તેમને ઘટનાક્રમ જણાવતાં પી.એસ.આઇ.એ કુટુંબ સાથે આવેલા એક વ્યક્તિ નસરુદ્દીન અને પોલીસ કર્મચારીઓને બોલાવીને પી.એસ.આઇ.એ પૂછતાં તે મોટેથી બોલતાં કહેલ કે, તમે સામાવાળાઓ પાસેથી પૈસા ખાઇને તેને કાંઇ કરતા નથી. જેથી પી.એસ.આઇ.એ ખોટા આક્ષેપો ન કરવા કહેતાં રજિયાબેને મોટેથી રાડો પાડીને કહેલ કે, તમે મારા પતિને ધમકાવો છો.
આથી ફરજ પરની મહિલા પોલીસ કર્મીઓએ પણ આ મહિલાને ખોટા આક્ષેપો ન કરવા કહેતાં રજિયાબેને ગુસ્સે થઇને બળપ્રયોગ કરીને પી.એસ.આઇ.ની ચેમ્બરમાં ઘુસી ગયા હતા. ત્યારે તેનાં સસરાએ તેને તું તારા કપડાં ફાડી નાંખ.આ પી.આઇ.ને ફસાવી દેવો છે. જેથી રજિયાબેને પોતાનાં ડ્રેસને ઉપરનાં ભાગેથી થોડોક ફાડી નાંખતાં મહિલા પોલીસે તેમને સમજાવીને બહાર લાવ્યા હતા ને રજિયાબેન તથા તેમની સાસુએ ધમકી આપતાં કહેલ કે, પોલીસે પૈસા ખાઈ લીધા છે. એમ કહી ફરીથી પી.એસ.આઇ.ની ચેમ્બરમાં કર્યો હતો ને મહિલા પોલીસ સાથે હાથાપાઇ કરવા લાગ્યા હતા ને પતિ એકદમ ઘુસવા બળપ્રયોગ ગુસ્સે થઇને અસભ્ય વર્તન કરી પી.એસ.આઇ.ને બાથે પડ્યા હતા.
પોલીસે કર્મીએ નસરુદ્દીનને સમજાવીને બહાર લાવ્યા બાદ પિતા-પુત્રએ મોટા અવાજે કહેલ કે, આજે તો અહીં પોલીસ સ્ટેશન ખાતે મરી જવું છે. તેવી ધમકીઓ આપી હતી. પોલીસે બધાને સમજાવી શાંત પાડ્યા હતા. આ બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઇએ ચાર જણા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી 332, 353, 189, 294(બી), 114 મુજબ ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.