તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:યુનિવર્સિટીના કો.ઓર્ડિનેટર બીમાર થતાં પીએચડી એડમિશનની પ્રક્રિયા ખોરંભાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રવેશ માટે 3794 છાત્રોએ ફોર્મ ભર્યા પણ હજુ સુધી ચેકીંગ ન કરાયા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પી.એચ.ડી અભ્યાસક્રમમાં 25 વિષયોમાં 532 બેઠકો માટે 3794 છાત્રોએ ફોર્મ ભર્યા છે. પરતું કામગીરીના કૉ.ઓર્ડીનેટર બીમાર પડતા અન્ય કોઈને કામગીરી ન સોંપતા છેલ્લા બે માસથી ફોર્મની ચકાસણી પણ કરાઈ નથી. કુલપતિએ તૈયારી શરૂ કરાવી જૂન માસમાં પરીક્ષા લેવાનું આયોજન કરીશુ તેવું જણાવ્યું હતું. યુનિવર્સિટીમાં પી.એચ.ડીમાં ઓનલાઇન એડમિશન પ્રકિયા શરૂ કરી તેની કામગીરી ડૉ.એમ.બી.પ્રજાપતિને આપવામાં આવી હતી. પરંતુ માર્ચ માસમાં તેમની અચાનક સ્વાસ્થ્ય બગડતા તેઓ સારવાર માટે લાંબી રજાઓ પર છે.

જેથી યુનિવર્સીટી દ્વારા પી.એચ.ડીની કામગીરી અન્ય પ્રિન્સિપાલને સોંપવા માટે ઇસી બેઠકમાં કમિટી સહિતના નામોની પસંદગી કરી નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ તે ઇસી બેઠકમાં મેડિકલના રિએસેસમેન્ટ કૌભાંડને લઇ મુલતવી રહેતા તેની કાર્યવાહીની મિનિટ જાહેર ન થતા કામગીરીનો આદેશ કરી શકાયો ન હતો. કુલપતિ દ્વારા છાત્રોના હિતમાં આ નિર્ણય અંગે કોઈ કાર્યવાહી પણ ન કરતા છેલ્લા બે માસથી પીએચડી પ્રવેશ પ્રકિયા ખોરંભે ચડી છે. જેથી 3794 છાત્રો ફોર્મ ભરીને પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે. જો સત્વરે આ બે માસમાં પ્રવેશની કામગીરી પૂર્ણ નહીં થાય તો તેમનું આખું વર્ષ બગડશે જેથી મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...