તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાલિકાના 8 કર્મીઓને અન્ય કામ સોંપાતાં પ્રમુખ અને ચીફ ઓફિસર આમને સામને

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરે કર્મચારીઓની પાલિકામાં જુદી જુદી શાખામાં બદલી કરી
  • પાલિકા પ્રમુખે બદલીના હુમલ મુલતવી રાખવા ચીફ ઓફિસરને આદેશ કર્યો

પાટણ પાલિકામાં ચીફ ઓફિસર દ્વારા વોર્ડ ઈન્સ્પેકટર સહિત સાત કર્મચારીઓની અલગ-અલગ શાખાઓમાં બદલી કરાતા સભ્યો અને કર્મચારીઓમાં તેના પ્રત્યાઘાતો પડયા છે. ચોમાસુ સામે છે તેવા સમયે અનુભવી વોર્ડ ઇન્સ્પેક્ટરોની બદલી કરાતાં પ્રમુખ દ્વારા બદલીના હુકમનો અમલીકરણ મુલતવી રાખવા ચીફ ઓફિસરને લેખિતમાં આદેશ કર્યો છે. જો કે ચીફ ઓફિસર દ્વારા બદલીનો હુકમ પાછો લેવામાં આવ્યો નથી અને મનમાની પૂર્વક કામ કરી રહ્યા છે તેવો આક્ષેપ પાલિકાના સૂત્રોમાંથી થઈ રહ્યા છે.

આ કર્મચારીઓની બદલી સામે છે વિરોધ
નગરપાલિકામાં ઘીવટા વોર્ડ ઇન્સ્પેક્ટર મુકેશ રાવલને સ્ટ્રીટ લાઈટ અને સ્ટોર શાખામાં, ગાયત્રી વોર્ડ ઇન્સ્પેક્ટર મુનાફ શેખને ભૂગર્ભ ગટર શાખા, રાજકાવાડા વોર્ડ ઈન્સ્પેકટર ભરત પટેલને વેરા શાખા, સાલવીવાડા વોર્ડ ઈન્સ્પેકટર જગદીશ ભીલને બાંધકામ શાખામાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત નગર પાલીકા સ્ટ્રીટ લાઇટ શાખાના હર્ષદ પારેખને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટના હસ્તક વહીવટ શાખામાં ,ભૂગર્ભ ગટર શાખાના ક્લાર્ક જયેશ પંડયાને સ્વચ્છતા શાખામાં, બાંધકામ શાખાના કમલેશ પ્રજાપતિને બારનીશી શાખામાં જ્યારે બારનીશી શાખાના પૂનમ પરમારને બાંધકામ શાખામાં મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...