આનંદ:પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની રજૂઆત પાલિકાએ ગ્રાહ્ય રખાતા આનંદ છવાયો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને 6 માસની ફરજ દરમિયા પુનઃ એક્સ્ટેંશન આપવાની બાંહેધરી અપાઈ

પાટણ નગરપાલિકાના સફાઇ કર્મચારીના પ્રશ્ને સોમવારના રોજ ગુજરાત સફાઇ કામદાર મહામંડળ ગાંધીનગર ઝોનના ચેરમેન પ્રવિણ ચૌહાણ સહિતના સભ્યો દ્વારા પાટણ નગરપાલિકાના પ્રમુખને રૂબરૂ મળી નગરપાલિકામાં કરાર આધારિત ફરજ બજાવતા 40 સફાઈ કર્મચારીઓ બાબતે રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખ દ્વારા તેઓની રજૂઆતને ગ્રાહ્ય રાખતા સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં આનંદ છવાયો હતો.

પાટણ નગરપાલિકા માં હંગામી ધોરણે હાઈવે વિસ્તારમાં ફરજ બજાવતા 40 જેટલા સફાઈ કર્મચારીઓને સ્ટેમ્પેપર ઉપર બાહેધરી આપવા નગરપાલિકા દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા.

દર 6 મહિને કર્મચારી ની કામગીરી મુજબ તેઓને એક્સ્ટેંશન આપવાનો ઠરાવ પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતને લઈને વિમાસણમાં મુકાયેલો સફાઈ કર્મચારીઓની રજૂઆતના પગલે સોમવારના રોજ ગુજરાત સફાઇ કામદાર મહામંડળના ચેરમેન સહિતના સભ્યોએ પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ,કારોબારી ચેરમેન, સ્વચ્છતા શાખાના ચેરમેન સમક્ષ રજૂઆત કરી સફાઈ કર્મચારીઓની રજૂઆત કરી હતી.

પાલિકા દ્વારા સફાઇ કર્મચારીઓની બાંહેધરી માટે સ્ટેમ્પ પેપરનો ઠરાવ રદ્દ કરવા અને તમામ સફાઈ કર્મચારીઓને 6 માસની ફરજ દરમિયાન તમામ કર્મચારીઓને પુનઃ એક્સ્ટેંશન આપવાની બાંહેધરી આપતા સફાઈ કર્મચારીઓ માં અને તેઓના પરિવારજનોમાં આનંદ છવાઇ જવા પામ્યો હતો.

સફાઈ કર્મચારીઓ ની માંગને પાલિકા સત્તાધીશો દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવતાં સફાઈ કર્મચારીઓ એ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બનાવવાની ખાત્રી પાલિકા સત્તાધિશો સમક્ષ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...