• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Power Supply Continued Even After The 11 KV Power Line Passing Near The Filter Plant Of Patan Broke, Fortunately The Accident Was Averted.

જીઈબી તંત્રની બેદરકારી:પાટણના ફિલ્ટર પ્લાન્ટ નજીકથી પસાર થતી 11 કેવી વીજ લાઈનનો તાર તૂટ્યા બાદ પણ વિજ સપ્લાય ચાલુ રહ્યો, સદનસીબે દુર્ઘટના ટળી

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહીશોએ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને અવગત કરતા જાનહાનિ ટળી

પાટણ સીટી વિસ્તારમાં જીઈબી તંત્રની બેદરકારીને કારણે અને શહેરીજનોની સમય સુચકતાના કારણે મોટી દુર્ઘટના ટળતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો. શનિવારે શહેરના ફિલ્ટર પ્લાન્ટ ખાતે સિદ્ધિ સરોવર પાસેથી પસાર થતી 11kv વિજ લાઈનનો જીવતો વિજ તાર અગમ્ય કારણોસર તૂટતા અફડા તફડી મચી જવા પામી હતી. જોકે, આ અકસ્માત સર્જાયો હોવા છતાં તુટેલા વિજ લાઈનમાં સપ્લાય ચાલુ રહેતા આ વિસ્તારના રહીશોએ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ને અવગત કરી વિજ સપ્લાય બંધ કરાવી મોટી દુર્ઘટના બનતાં અટકાવી હતી.

હેવી વિજ તાર તુટ્યો ત્યારે માર્ગ પર કોઈની ચહલ પહલ ન હોવાથી જાનહાનિ ટળી હતી. આ બનાવ અંગે સ્થાનિક રહીશોમાં જીઇબી તંત્રની બેદરકારીને લઈને ભારે નારાજગી જોવા મળી હતી, તો કેટલાક રહીશોએ જણાવ્યું હતું કે, તાર તૂટ્યા પછી પાંચ મિનિટ સુધી વિજ લાઈન ચાલુ રહેવા પામી હતી. જે જીઇબીની ઘોર બેદરકારી દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...