આયોજન:યુનિ.ની BAસેમ-3ની બીજી તકની સ્થગિત MCQ પરીક્ષાઓ 12 સપ્ટેમ્બરથી શરુ થશે

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની વિગતો વેબસાઈટ પર મુકાઈ, કોલેજોને જાણ કરાઇ
  • કોરોના મહામારીમાં ઓક્ટોમ્બર 2021ની પરીક્ષા નહીં આપનાર તેમજ ટેકનિકલ ભૂલને લઈ ગેરહાજર દર્શાવેલ 10 હજાર છાત્રોની પરીક્ષા યોજાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં 10 હજાર છાત્રોની બી. એ સેમ 3 ની સ્થગિત કરાયેલ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે.આગામી 12 સપ્ટેમ્બર થી કોલેજોમાં MCQ પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવામાં આવનાર છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારી દરમિયાન ઓક્ટોબર 2021 ની બી.એ સેમ 3 ની પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી માસમાં કરવામાં આવ્યું હતું.જેમાં છાત્રો દ્વારા આંદોલન કરતા પરીક્ષા મરજિયાત કરી જે છાત્રો પરીક્ષા ના આપે તેમની બીજી વાર લેવા માટે છૂટછાટ અપાઈ હતી.જે બીજી તકની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાનું આયોજન કરાયું હતું પરંતુ અન્ય પરીક્ષા ચાલુ હોય વિદ્યાર્થીઓની રજૂઆતના આધારે પરીક્ષા સ્થગિત રાખવામાં આવી હતી. જે પરીક્ષા હવે 12 સપ્ટેમ્બર થી લેવાનું પરીક્ષા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

બીજી તકની પરીક્ષા હોય આ પરીક્ષા પણ એમ.સી.ક્યુ પદ્ધતિથી ઓફલાઈન જ લેવામાં આવનારા છે. અંદાજે 10000 જેટલા વિદ્યાર્થીઓની આ પરીક્ષા યોજનાર છે. પરીક્ષા અંગે સત્તાવાર કોલેજોને જાણ કરવામાં આવી છે તેમજ તમામ પરીક્ષાની વિગતો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપરથી જોઈ શકશે. તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...