• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Political Party Which Allocates More Tickets To The Maldhari Samaj In The Assembly Elections Will Be Supported By The Samaj

પાટણ માલધારી સમાજની બેઠક:વિધાનસભાની ચૂંટણીમાં જે રાજકીય પાર્ટી માલધારી સમાજને વધુ ટિકિટ ફાળવશે સમાજ તેને જ સમથૅન આપશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ છેલ્લા એકાદ મહિનાથી વાગી રહ્યા છે ત્યારે મતદાતા તરીકે પ્રભુત્વ ધરાવતાં દરેક સમાજના આગેવાનો પોતાના સમાજને વિધાનસભામાં વધુપ્રભુત્વ મળે તે માટે સમાજ સમલનો યોજી રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના સમાજનાં રાજકીય આગેવાનો ને ટીકીટ આપવા મજબુર બનાવી રહ્યા છે ત્યારે શનિવારના રોજ પાટણના દ્વારકેશ છાત્રાલય ખાતે માલધારી સમાજના આગેવાનો ની મહત્વની બેઠક મળી હતી .જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં માલધારી સમાજના રાજકીય આગેવાનો ને કોઈ પણ રાજકીય પાર્ટી વધુ ટીકીટ આપશે તે રાજકીય પાર્ટી ને માલધારી સમાજ સમથૅન આપશે તેવો હુંકાર કર્યો હતો.

પાટણ શહેરના ડીસા હાઇવે માર્ગ પર આવેલ દ્વારકેશ છાત્રાલય ખાતે આયોજિત માલધારી સમાજના આગેવાનો ની આ બેઠકમાં ઉપસ્થિત રહેલા આગેવાનોએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજકીય પાર્ટી ઓને ટકોર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 80 લાખ કરતાં વધુ માલધારીઓ નાં મતો છે અને ગુજરાત ની 20 વિધાનસભાની બેઠકો ઉપર માલધારીઓ નાં નિણૉયક મતો છે.

માલધારી સમાજના વિવિધ પ્રશ્નો નાં નિરાકરણ માટે વિધાનસભા માં માલધારી સમાજ નું પ્રભુત્વ કરી શકે તેવા રાજકીય આગેવાનો ને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે પણ રાજકીય પાર્ટી વધુ ટીકીટો આપશે તે જ રાજકીય પાર્ટી ને જ ગુજરાત માલધારી સમાજ સમથૅન આપશે તેવું જણાવી તાજેતરમાં સરકાર દ્વારા લગાવવામા આવેલ પશુ કાયદા ને દુર કરવા વિધાનસભા માં બેઠેલાં બે માલધારી સમાજના ધારાસભ્ય ની રજૂઆત ઉપકારક બની હોવાનું પણ માલધારી સમાજના આગેવાનો એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...