ચાણસ્મા તાલુકાના મીઠાધરવા અનુપમ પ્રાથમિક શાળાનાં મધ્યાહન ભોજનનાં વાસણોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ચાણસ્મા પોલીસ બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેર અને જિલ્લામાં મિલકત સંબંધી અન ડીટેકટ ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે ત્યારે ચાણસ્મા પોલીસ દ્વારા ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ગામની અનુપમ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના વાસણોની ચોરીના ગુનાનો ભેદ બાબતે લાલા બાબુભાઇ નથુભાઇને પકડી પાડી તેની ઝીણવટ ભરી યુક્તી પ્રયુક્તી રીતે પુછતાજ કરતાં પુછતાજના અંતે તેઓએ મીઠાધરવા ગામે અનુપમ પ્રાથમીક શાળાની અંદર મધ્યાન ભોજન બનાવવાના રૂમનું તાળુ તોડી અંદરથી અલગ-અલગ પ્રકારના રસોઇ બનાવવાના વાસણો તથા વજનકાંટો, એક તેલનો ડબ્બો વગેરેની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે લાલાભાઇ બાબુભાઇ નથુભાઇ અને પ્રકાશસિંહ ઉર્ફે બકો ભાઇલાલસિંહ બબાજી, તેમજ ઠાકોર શૈલેષજી વિનુજીની અટકાયત કરી તેમની પાસેથી એલ્યુમીનીયમના તપેલા નંગ-૦2 કિ રૂ.3000/-લોખંડના વજન કાંટાના બાટ નંગ-05 કિ રૂ.500/- લોખંડના તવા નંગ-03 કિ રૂ.2000/-એલ્યુમીનીયમના ઢાંકણા (છીબા) નંગ-3 કિ રૂ.500/-એક એલ્યુમીનીયમનો જગ નંગ-01 કિ રૂ.250/- એક લોખંડનો કાટો (ત્રાજવુ) નંગ-01 કિ રૂ.250/- એક એલ્યુમીનીયમની કડાઇ નંગ-01 કિ રૂ.500/-સ્ટીલની થાળીઓ નંગ-51 કિ રૂ.2000/-એક તેલનો ડબ્બો નંગ-કિ રૂ 2700. એમ મળી કુલ કિ રૂ.11700નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.