પોલીસની કાર્યવાહી:પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણના પટ્ટણી યુવાનને ધમકી આપી તેની પાસે રૂ।. 50 હજારની ખંડણી માંગવાનાં આરોપસર ઝડપાયેલા કેટલાક આરોપીઓ પૈકી એક આરોપીની પાટણ એ-ડીવીઝન પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સો સામે નોંધાયેલી એક ફરીયાદનાં અનુસંધાને તેની તપાસ કરવાને પૂછપરછ કરવા માટે પાટણની સુજનીપુર સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે તેનો કબજો મેળવીને પૂછપરછ હાથ ધરી છે.
ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી
આ અંગેની વિગત એવી છે કે, પાટણ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. 31-10-22નાં રોજ આઇપીસી 395/397/307 મુજબનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે પાંચ આરોપીને પકડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તા. 3-11-22માં રોજ પાટણનાં રાજેશ પટ્ટણીએ ફરીયાદ નોંધાવી હતી કે, તા. 3–11-22નાં રાત્રે 1વાગે તેનાં મોબાઇલ પર ધમકી આપીને ‘અમારા છ માણસોને જેલમાં પૂરાવેલ છે તેમને થઈ છોડાવવા રૂા. 50 હજાર આપી દે, નહિં તો તને જાનથી મારી નાખીશું' તેમ જણાવ્યું હતું. જેથી જે અંગે ફરિયાદી આઇપીસી 506/507/385/384 મુજબની નોંધાઇ હતી.
​​​​​​​સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી
આ કેસમાં આરોપીઓને બાલીસણા પોલીસે પકડી પાડતાં તેઓએ ઉપરોક્ત મુજબની કબુલાત કરી હતી. જે પૈકી કિશન ઉર્ફે કાળીયો રાજેશ મગન પટ્ટણી રે. પાટણ, મૂળ રે. ચમનપુરા અમદાવાદ વાળાને પાટણ એ-ડીવીઝન પોલીસે પોતાનાં ગુનાની તપાસ અર્થે પાટણની સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી એએસઆઇ-રાઇટર પાંચ ભાઈ પટેલ અને દિપક ભાઈ અને મૌલિક ભાઈ પટેલ તાપસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...