તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સિદ્ધિ સરોવરનું પાણી દૂષિત ન થાય તે માટે પાઈપલાઈન નંખાશે

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્મનાથ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધી પાઈપલાઈન નાખવા પાલિકાએ શહેરી વિકાસ વિભાગમાં પત્ર લખ્યો

પાટણ શહેરમાં પદ્મનાભ ચોકડીથી સિદ્ધિ સરોવરમાં કેનાલ મારફતે લઈ જવાતું નર્મદાનું પાણી દૂષિત થતું હોવાથી પદ્મનાભ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધી સવા કિલોમીટર લાંબી પાઇપલાઇન નાંખવા માટે પાલિકા તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી છે અને આ પાઈપલાઈન નાંખવા માટેની સરકારમાં સૈદ્ધાંતિક મંજૂરી માંગવામાં આવી છે. પાટણ શહેરમાં લોકોને પીવાનું પાણી સિદ્ધિ સરોવરમાંથી આપવામાં આવે છે. સિદ્ધિ સરોવરમાં નર્મદાનું પાણી પદ્મનાભ ચોકડીથી કેનાલ મારફતે લઈ જવામાં આવે છે. પરંતુ કેનાલમાં લોકો નાહવા પડતા તેમજ કપડાં ધોતા હોવાથી પાણી દુષિત થાય છે.

ધાર્મિક તહેવારો પર લોકો પુજાપા સાથે મૂર્તિઓ પધરાવતા હોય છે. આ ઉપરાંત કેનાલમાંથી પાણીચોરી પણ થતી હોય છે ત્યારે પદ્મનાથ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધી સવા કિલો મીટર લાંબી પાઈપલાઈન નાખવા માટે પાલિકા તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ શહેરી વિકાસ વિભાગમાં પત્ર લખીને સૈદ્ધાંતિક મંજૂરી પણ માગવામાં આવેલી છે.આ અંગે ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે પદ્મનાથ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધી પાઇપલાઇન નાખવી ખૂબ જરૂરી છે. તેનાથી પાણી દુષિત થવાનો પ્રશ્ન હલ થઈ શકે છે. સરકારના શહેરી વિકાસ વિભાગ મા મંજૂરી માટે પત્ર લખાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...