તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Pilot Of Patan 108 Did Not Forget His Duty Even Though His 5 month old Daughter And Wife Korona Were Infected At Home.

ફરજનિષ્ઠા:ઘરે 5 માસની પુત્રી અને પત્ની કોરોના સંક્રમિત હોવા છતા પાટણ 108ના પાયલોટ પોતાની ફરજ ના ભૂલ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપરા કાળમાં એકપણ દિવસની રજા લીધા વગર પોતાની ફરજ નિભાવી
  • માતા-પિતાએ પત્ની અને પુત્રીનું ધ્યાન રાખ્યું, પોતે દર્દીઓને બચાવવા દોડતા રહ્યા

પાટણ જિલ્લામાં બીજી લ્હેરમાં ગંભીર સ્થિતિની અંદર પત્ની અને 5 માસની દીકરી કોરોનામાં સંક્રમિત થવા છતાં પણ બન્નેને માતા -પિતાના આશરે મૂકી હિંમત સાથે 108 ના પાયલોટ સતત દર્દીઓની જીવ બચાવવા 108 લઇ દોડી રહ્યા હતા.ત્યારે પરિવારની ચિંતા ન કરી કોઈના પરિવારના સભ્યને બચાવવા માટે કપરી સ્થિતિમાં ફરજને ધર્મ સમજી નિભાવતા સમગ્ર 108 ટીમમાં પયાલોટ પ્રત્યે સન્માનની લાગણી જોવા મળી હતી.

સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં એપ્રિલના અંત માસમાં કોરોનાની ગંભીર સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે સિદ્ધપુર -કાંસા અને જંગરાલ ત્રણ રૂટમાં દોડતી 108 માં રિલિવર પાયલોટ તરીકે ફરજ બજાવતા અંકિત પટેલના પરિવારમાં પણ આ દરમ્યાન પ્રથમ તેમની પત્ની અને ત્યારબાદ તેમની 5 માસની દીકરી બન્ને કોરોના સંક્ર્મણમાં આવ્યા હતા.

ત્યારે બન્ને કોરોનામાં સપડાતા બન્ને ને હોમ આઇસોલેશનમાં સારવાર શરૂ કરી હતી.ત્યારે આવા કપરા સમયમાં નાની દીકરી અને પત્નીને તેમની જરૂર હોવા છતાં પાયલોટ અંકિત બન્નેને તેમના માતા પિતાના આશરે છોડી સતત 108 માં દર્દીઓને સારવાર માટે દોડતો રહ્યો હતો.પરિવારમાં તેમની જરૂર હોવા છતાં તેમને એકપણ દિવસની રજા લીધી ન હતી.અને સાથી 108 ના કર્મીઓને સહયોગમાં સતત ફરજ પર હાજર રહી દર્દીઓના જીવ બચાવવા માટેની કામગીરી કરી માનવતા મહેકાવી હતી.

'પત્ની અને પુત્રી કરતા અન્ય દર્દીઓ ગંભીર હોય તેના જીવ બચાવવા જરુરી હતા'
પાયલોટ અંકિત પટેલે જણાવ્યું હતું કે મારી પત્ની અને દીકરી બન્નેને સારવાર કરાવી હતી.તેમની ખુબ જ ચિંતા થતી પરંતુ બન્ને ઘરે હતા.એ સમયે 108 વેટિંગમાં હોઈ બીજા ગંભીર દર્દીઓને હોસ્પિટલ લઇ જવા જરૂરી હતા.108 દોડતી રહે માટે હું એકપણ દિવસ ઘરે રજા લઈને રહેવાના બદલે ફરજ પર રહ્યો છું.મે એટલું જ વિચાર્યું હતું કે મારી પત્ની કે પુત્રી કરતા બીજા દર્દીઓ વધુ ગંભીર છે.એમના જીવ બચાવવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...