પાટણ જિલ્લાનો ચૂંટણી જંગ:ચાર બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું, હવે 43 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ બેઠક પર 16, ચાણસ્મા બેઠક પર 7, રાધનપુર બેઠક પર 11 અને સિધ્ધપુર બેઠક પર 9 ઉમેદવાર

ગુજરાત વિધાનસભાની આગામી તા. 1 ડીસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબકકામાં યોજાનાર ચુંટણી જંગમાં ઝંપલાવનારા ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી પાટણ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે રાજકીય અને બિનરાજકીય ઉમેદવારો દ્વારા કુલ 25 ફોર્મ ભરાયાં હતાં જ્યારે સિધ્ધપુર વિધાનસભા બેઠક પર 20, ચાણસ્મા બેઠક પર 14 અને રાધનપુર બેઠક પર 24 ફોર્મ મળી કુલ 83 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

ત્યાર બાદ ફોમૅ પરત ખેંચવાના તા 21 ના રોજ અંતિમ દિવસ સુધીમાં પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી પાટણ બેઠક પર થી 9, સિધ્ધપુર બેઠક પર થી 11, રાધનપુર બેઠક પર થી 13 અને ચાણસ્મા બેઠક પર થી 7 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર હવે 43 ઉમેદવારો વચ્ચે ચુંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...