તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:પાટણમાં ઘનકચરા વ્યવસ્થાપનની પાલિકાની કામગીરી અસંતોષકારક

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિનામાં હેલ્થના 30 અને પ્લાસ્ટિક બાયલોઝ ભંગના 10 કેસ કરવા ચીફ ઓફિસરની સૂચના

પાટણ શહેરમાં સફાઈ અને સ્વચ્છતાની કામગીરી બરાબર થતી નથી તેમજ નગરપાલિકા દ્વારા નિયત કરાયેલ પબ્લિક હેલ્થ અને પ્લાસ્ટિક વેસ્ટ બાયલોઝનો કડકાઇ પૂર્વક અમલ કરવામાં આવતો ન હોવાથી ચીફ ઓફિસર દ્વારા સોમવારે દરેક વોર્ડ ઈન્સ્પેકટર અને સેનેટરી ઈન્સ્પેકટરને બાયલોઝ ભંગના દંડાત્મક કેસ કરવા માટે સુચના આપતો પરિપત્ર જારી કર્યો છે.

દરેક વોર્ડ ઈન્સ્પેકટરે હેલ્થ બાયલોઝના રોજ પાંચ અને પ્લાસ્ટિક બાયલોઝના ઓછામાં ઓછા બે કેસ કરવાના રહેશે જ્યારે સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિનામાં હેલ્થ બાયલોઝના 30 અને પ્લાસ્ટિક બાયલોઝ ભંગના 10 કેસ કરવા માટે ફરમાન કર્યું છે.

વર્ષ 2019માં રૂ.200થી 5000 સુધી દંડની જોગવાઈ કરાઈ હતી
પાલિકા દ્વારા માર્ચ 2019 માં ઘન કચરા અને પ્લાસ્ટિક કચરા માટે દંડકીય જોગવાઈઓ કરતા બાયલોઝ એટલે કે નિયમો બનાવ્યા હતા જેમાં કચરો કે પ્લાસ્ટિક કચરો જાહેરમાં અને રસ્તામાં ફેંકતા પ્રથમવાર કોઈપણ વ્યક્તિ પકડાઈ જાય તો રૂ.200 અને પછી અલગ-અલગ તબક્કે રૂપિયા 5,000 સુધીની દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. દુકાનદારનું લાયસન્સ રદ કરવા અને લોકોનું પાણીનું જોડાણ કાપી નાખવા પણ નિયમ બનાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...