ગ્રામ્ય વિસ્તારનો ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાટણના રણુંજના લોકોમાં વિધાનસભાની ચૂંટણી અંગે નિરસતા,માંઘવારી મામલે નારાજગી

પાટણ20 દિવસ પહેલાલેખક: મૌલિક દવે
  • કૉપી લિંક
  • ભાજપ અને કોગ્રેસ બંને ઉમેદવાર પીઅેચડી થયેલા ઉમેદવાર મૂકતાં કોને મત આપવો તેની દ્વિધા

વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે ત્યારે પાટણ તાલુકાના રણુંજ ગામના મતદારોમાં હજુ નિરસતા જોવા મળી હતી. લોકોએ જણાવ્યું કે ચૂંટણી અાવે અેટલે ગામ યાદ અાવે છે. પરિણામ બાદ કોઇ ચુંટાયેલા ધારાસભ્ય ગામ તરફ ડોકાતા પણ નથી.અા વખતે રણુંજ ગામે ચુંટણીને લઇ નિરસતા જોવા મળી છે.

પાટણ તાલુકાના વસ્તીના ધોરણે બીજા નંબરનુ સ્થાન ધરાવતુ રણુંજ ગામ 11000ની વસ્તી અને 6800 મતદાર ધરાવતું ગામ છે. ગામનો ભવ્ય ઇતિહાસ છે. જંકશન રેલ્વે સ્ટેશન હોવાથી મુંબઇ સુધી સીધો સંપર્ક ધરાવતંુ ગામ છે. રેસા ઉદ્યોગ 400થી વધુ લોકોને રોજગાર અાપતો હતો. છીકણી બનાવાનંુ કારખાનુ અને ગોળના વેપારથી ધમધમાટ હતો. કોલાપુરી મોર છાપ વગેરે ગોળનું મોટંુ પીઠુ ધરાવતુ હતું. અાઇક્રીમની બનાવટમાં અગ્રેસર હતુ. આ બધું મૃતપ્રાય થઈ ગયું છે. ગામમાં ગંજબજાર પણ ધમધમતુ હતુ અત્યારે ત્યાં રહેણાંક મકાન બની ગયા છે.

રણુંજથી મણુંદ ગામને જોડતો 3 કિ.મી રોડ વચ્ચે વહોળામાંથી પસાર થાય છે. તેને 300 મીટર ઉચો લેવા વર્ષોથી લેખિત મૌખિક રજુઅાત કરી ચૂક્યા છીએ. રણુંજથી સમોડા 4 કિ.મી કાચા રસ્તાને પાકો રોડ બનાવવાની પણ જરૂર છે.

રણુંજથી ફિંચાલ ફાટક બંધ કરી દેવાતાં હાલાકી
રણુંજથી ફિંચાલ ફાટક બંધ કરી દેતા ખેડૂતોને ખેતીવાડીના કામ અર્થે 300 વિધા જમીનમાં 10 કિ.મી. ફરીને જવું પડે છે તેવુ ગનીભાઇ કડીવાળા, અરૂનભાઇ કપુર, ઇસ્માઇલભાઇઅે જણાવ્યુ હતુ.

ઉદ્યોગોની સ્થાપના કરવા યુવાનોની માંગ
રણુંજ અાજુબાજુ મોટી જીઅાઇડીસી ન હોવાથી રોજગારીનો મોટો પ્રશ્ન છે. અાવનાર ભાવિ ધારાસભ્ય રોજગારી માટે મોટા ઉધ્યોગ લાવે તેવી અપેક્ષા છે તેવુ સિવીલ અેન્જીનીયર જીતકુમાર પટેલ જણાવ્યું હતંુ.

રણુંજને તાલુકા મથક બનાવવા વર્ષો જુની માંગ
રણુંજ ગામને 36 ગામના સમાવેશ સાથે નવીન તાલુકો બનાવવાની વર્ષો જુની માંગ અભરાઈએ ચડી ગઈ છે તેવુ ગીરીશભાઇ કાનજીભાઇ પટેલ જણાવ્યુ હતુ.

માંધવારી - હજી સુધી તેલનો ડબ્બો લાવી શક્યો નથી
પરમાર નરેશભાઇ મણીલાલે જણાવ્યુ કે છૂટક મજુરીના રૂ.300 મળુ છે,સામે માંઘવારી અેટલી છે કે હજી સુધી ઘરે હંુ તેલ ડબ્બો લાવી શક્યો નથી. છૂટક તેલ લાવીને ગુજરાન ચલાવીએ છીઅે.

અન્ય સમાચારો પણ છે...