તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Patan Taluka And District Congress Committee Brainstormed To Form A Congress Government In The 2022 Assembly Elections

કારોબારીની બેઠક:પાટણ તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનાવવા મનોમંથન કર્યુ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં પાટણ શહેર અને તાલુકાના નવીન પ્રમુખ માટેની ચર્ચા વિચારણા કરાઈ

પાટણ તાલુકા જિલ્લા કૉંગ્રેસ સમિતિ ની વિસ્તૃત કારોબારી ની મિટિંગ શુક્રવારના રોજ ડી આઈ પટેલ હાઈસ્કૂલ હાજીપુર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પાટણ જિલ્લા કૉંગ્રેસ પ્રભારી ગજેન્દ્રસિંહ રહેવાર,રામજીભાઈ ઠાકોર,ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ. ચંદનજી ઠાકોર.રઘુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ વિસ્તૃત કારોબારીની શરૂઆતમાં કોરોનામાં મૃત્યુ પામેલા કોંગ્રેસનાં નેતાઓ, આગેવાનો,કાયૅકર સહિત અન્ય મૃતાત્માઓની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન સમર્પિત કરી તાલુકા અને શહેરમાં જે પ્રમુખની ત્રણ વર્ષની ટમૅ પુરી થઈ હોય તેવા પ્રમુખોની જગ્યાએ નવીન પ્રમુખોની નિમણૂક માટે ચચૉ વિચારણા કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાં અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના પરિવારજનોનાં લોક સંપર્ક કરવા, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બને તે માટેની રણનિતી ધડવામા આવી હતી. આ બેઠકમાં પાટણ જી.પ.વિપક્ષ નેતા અશ્વિનભાઈ પટેલ,પ્રદેશ ડેલીકેટ દશરથભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...