એવોર્ડ:પાટણ રેડક્રોસ શાખાને સૌથી વધુ ડોનેશન એકત્ર કરવાનો પ્રથમ એવોર્ડ મળ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019-20 અને 2020-21ના વર્ષ માટે ગુજરાત ખાતે સૌથી વધુ ડોનેશન એકત્ર કરવાનો એવોર્ડ મળ્યો

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાની સને 2019-20 અને 2020-21ના વર્ષની સામાન્ય જનરલ સભા રેડક્રોસ ભવન ગુજરાત રાજ્યના પ્રમુખ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાટણ જિલ્લા શાખા પાટણને સને 2019-20 અને 2020-21ના વર્ષ માટે ગુજરાત ખાતે સૌથી વધુ ડોનેશન એકત્ર કરવાનો પહેલા નંબરનો એવોર્ડ મળ્યો છે.

જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાટણના ચેરમેન ડો જે કે પેટલ,ગુજરાત રાજ્ય શાખા ના કારોબારી સભ્ય ડૉ. મોહનભાઇ એલ. પટેલ અને જયેશભાઇ આર. ત્રિવેદીએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્યના પ્રમુખ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદહસ્તે એવોર્ડ સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...