તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કેટયાર્ડ બંધ:કોરોના સંક્રમણ અટકાવવા પાટણ માર્કેટયાર્ડ 18મી મે સુધી સંપૂર્ણપણે બંધ રહેશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરાજી સહિતની વહીવટી કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી

પાટણ શહેર અને જિલ્લામાં પણ કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન સહિત અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા પણ આગામી તારીખ 18મી મે સુધી માર્કેટયાર્ડમાં હરાજી સહિતની વહીવટી કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે.

હરાજી સહિતની વહીવટી કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી

સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. ત્યારે પાટણ શહેર અને જિલ્લામાં પણ કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન સહિત અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો સરકારના પરિપત્ર મુજબ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે. ત્યારે કોરોનાની સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 36 શહેરોમાં આગામી તારીખ 18મી મે સુધી રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું છે.

ખેડૂતો તેમજ માર્કેટયાર્ડના વેપારીઓએ નોંધ લેવા માર્કેટયાર્ડના વહીવટદારે જણાવ્યું

જેના પગલે ગૃહ વિભાગના આ પરિપત્રને ધ્યાનમાં રાખીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા પણ આગામી તારીખ 18મી મે સુધી માર્કેટયાર્ડમાં હરાજી સહિતની વહીવટી કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. પાટણ જિલ્લાના તમામ ખેડૂતો તેમજ માર્કેટયાર્ડના વેપારીઓએ નોંધ લેવા માર્કેટયાર્ડના વહીવટદારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...