તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટણ માર્કેટયાર્ડમાં વરસાદથી ખેડૂતોમાં માલને નુકસાન ન થાય તે માટે શેડ બનશે

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેડ બનાવવાની ટેન્ડર પક્રિયા પૂર્ણ થતાં ટુંક સમયમાં કામ શરૂ થશે

પાટણ માર્કેટયાર્ડમાં વચ્ચો વચ્ચ આવેલી ખુલ્લી વિશાળ જગ્યામાં ટૂંક સમયમાં વિશાળ શેડ બનાવવામાં આવશે. જેમાં માર્કેટયાર્ડમાં વરસાદથી ખેડૂતોમાં માલને નુકસાન ન થાય તે માટે શેડ બનશે. તેમજ શેડ બનાવવાની ટેન્ડર પક્રિયા પૂર્ણ થતાં ટુંક સમયમાં કામ શરૂ થશે.

શેડ માટે રૂપિયા 87,94,700 નો એસ્ટીમેટ ખર્ચ થવાનો છે
કુદરતી આપત્તિઓ દરમ્યાન ખેડૂતોનાં માલને વાતાવરણની કોઇ અસર ન થાય અને નુકસાન ન થાય તે માટે અહીં ટૂંક સમયમાં વિશાળ ડોમ શેડ બનાવવામાં આવશે. પાટણ માર્કેટયાર્ડનાં સેક્રેટરી ઉમેદભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ઉપરોક્ત શેડ માટે રૂપિયા 87,94,700 નો એસ્ટીમેટ ખર્ચ થવાનો છે. તેની ટેન્ડર પ્રક્રિયા પુરી થઇ ચુકી છે.

શેડ બનાવવાની તાતી જરૂરીયાત ઉભી થઇ
હાલમાં ટેન્ડરો કરીને ટુંક સમયમાં તેની કામગીરી હાથ ધરાશે. આ શેડ બનાવવાની તાતી જરૂરીયાત ઉભી થઇ હતી. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં ખેડૂતોનો માલ ન બગડે તે માટે તેનો સંગ્રહ અહીં થઇ શકે તે માટે આ શેડ જરૂરી હતો.

અન્ય સમાચારો પણ છે...