પાટણમા માટીના રમકડા ની કલાને જીવંત રાખવા બદલ ઓતિયા પરિવારને 'અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ- 2022'થી આગામી તા. 25 ડીસેમ્બરનાં રોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે નવાજવામાં આવનાર હોવાનું પાટણ ઓતિયા પરિવારનાં જયંતીભાઈ ઓતિયાએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય અતુલ્ય વારસો દ્વારા જયંતિ સી. ઓતિયા પાટણના પ્રખ્યાત માટીના રમકડાવાલા ચિમનલાલ ઓતિયાના વારસાગત માટી કલાને જીવંત રાખવાંના આબેહૂબ કલા-કારીગરી બદલ આજીવન આઇડેન્ટી અતુલ્ય વારસો અન્વયે તા.25-12-2022નાં રોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે અતુલ્ય વારસો એવોર્ડ દ્વારા જાહેર સન્માન કરવામાં આવશે.
જયંતિભાઈ ઓતિયાએ જણાવ્યું હતું કે. મારા પરિવારનાં આશિર્વાદથી મારૂં યથાર્થ જીવન મારા સમગ્ર સમાજલક્ષી તેમજ હેરિટેજ પાટણ શહેર માટે ગૌરવ સમાન છે. મારા નમ્ર પ્રયાસને સરકાર બિરદાવી રહી છે. તે બદલ પાટણ શહેરનાં નાગરિકનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.