• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Online Admission Process Will Start From June 7 To July 2 In Arts And Commerce Colleges Of Five Districts Including Patan.

પ્રવેશ આપવાનો પરિપત્ર જાહેર:પાટણ સહિત પાંચ જિલ્લાની આર્ટસ અને કોમર્સ કોલેજોમાં 7 જુનથી 2 જુલાઈ સુધી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે

પાટણ20 દિવસ પહેલા
  • યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ સેમ.માં પ્રવેશ આપવા માટે પરિપત્ર જાહેર

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની આર્ટસ અને કોમર્સ કોલેજો મળી કુલ 179 કોલેજોમાં બી.એ. અને બી.કોમ. સેમ.1માં 7મી જુનથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. જે-તે કોલેજો દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.

ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પાટણ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ સેમ.માં પ્રવેશ આપવા માટે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની 75 કોમર્સ કોલેજોમાં 132 ડીવીઝનમાં 17660સીટો ફાળવવામાં આવી છે. જેમાં 1 ડીવીઝનમાં 120 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

યુનિવર્સિટી સંલગ્ન 104 આર્ટસ કોલેજોમાં 309 ડિવીઝન પૈકી 40170 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં એક ડીવીઝનમાં 130 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. પાટણ સહિત પાંચ જિલ્લાની આર્ટસ અને કોમર્સ કોલેજોમાં તા.7 જુનથી 2 જુલાઈ સુધી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. તો યુનિવર્સિટી દ્વારા વેબસાઇટપર પરીપત્ર પણ જાહેરકરવામાં આવ્યો હોવાનું કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું છે.

આ ઉપરાંત અન્ય અભ્યાસક્રમોમાં યુનિવર્સિટી સંલગ્ન બીબીએની 13 કોલેજોમાં 60 સીટો ફાળવવામાં આવી છે જેમાં 16 જેટલા ડીવીઝન પૈકી એક ડીવીઝનમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જયારે બીસીએની 28 કોલેજોમાં 2160 વિદ્યાર્થીઓ પૈકી 36 ડીવીઝનની ફાળવણી કરવામાં આવી છે જયારે પીજીડીસીએ, એમએસસી આઇટી, સહિતની કોલેજોમાં પણ અંદાજે 1700 બેઠકો પૈકી 60 થી 80ના રેસીયામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

અન્ય સમાચારો પણ છે...