કોરોના સાઈડ ઈફેક્ટ:ધરમોડાના વૃદ્ધને મ્યુકરમાઈકોસિસ જણાતાં અમદાવાદ સિવિલ ખસેડાયા

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મામાં કોરોનાની સારવાર દરમિયાન લક્ષણો જણાયાં
  • ધારપુરમાં સારવાર ઉપલબ્ધ ન હોવાનું કહેતાં ચાણસ્મા પરત લવાયા હતા

ચાણસ્મા આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની સારવાર દરમિયાન ધરમોડાના વૃદ્ધને મ્યુકરમાઈકોસિસ જણાતાં અમદાવાદ ખસેડાયા છે.ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામના વતની માણેકલાલ ચુનીલાલ દવે (ઉ. વ.65) કોરોના સંક્રમિત બન્યા હતા. છેલ્લા દસ દિવસથી ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યા હતા ત્યારે શુક્રવારે ડોક્ટરના ધ્યાને આવ્યું હતું કે દર્દીને મ્યુકરમાઈકોસિસ થયેલ છે.

જ્યાં દર્દીને તાત્કાલિક ધારપુર ખાતે વાન મારફતે મોકલ્યા હતા પણ ધારપુર ખાતે વેઈટિંગ વધારે હોઈ તેમજ સ્થાનિક તબીબોએ મ્યુકોરમાઈકોસિસ દર્દીની સારવાર હાલમાં થતી નથી તેવું જણાવતાં તાત્કાલીક દર્દીને ચાણસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પરત લવાયા હતા. અને શનિવારે બપોરે અમદાવાદ સિવિલ ખાતે સારવાર અર્થે રીફર કરાયા હતા. હાલ અમદાવાદ સિવિલમાં અલગથી તૈયાર કરેલ મ્યુકરમાઈકોસિસ વોર્ડમાં સારવાર હેઠળ હોવાનું દર્દીના સ્વજન જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...