શપથગ્રહણ:પાટણની એકિટવ ગ્રુપનાં 12મા વર્ષનાં નવા હોદ્દેદારોનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરની જાણિતી સેવાક્યિ સંસ્થા એકિટવ ગૃપ ઓફ પાટણનાં 2023નાં વર્ષનાં નવા પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો અને હોદેદારોની વરણી થયા બાદ તેમનો પદગ્રહણવિધી કાર્યક્રમ શાનદાર રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બે મહત્વનાં સૂચનો વકતાઓ પાસેથી સંસ્થાને પ્રાપ્ત થયા હતા. જેમાં પાટણનાં સરસ્વતિ તાલુકાનાં ચોરમારપુરા વિસ્તારમાં આવેલા રિઝયોનલ સાયન્સ સેન્ટર (ડાયનાસોર પાર્ક)નાં પાટણ ખાતેનાં ડાયરેકટર સુમિત શાસ્ત્રીએ એક સૂચન કરતાં કહયુ કે, પાટણના આ સાયન્સ સેન્ટરને નિહાળવા આવતા વિવિધ સ્કુલનાં ગરીબ વર્ગનાં બાળકોને અત્રેનાં વિભિન્ન વિભાગો નિહાળવા અને તેને માણવા માટે નકકી કરેલી પ્રવેશ ફી ચુકવવી પોષાતી નથી. અને સરકારનાં હુકમ વગર અમે તેઓને કન્સેશન આપી શકતા નથી. આવા બાળકોની સ્થિતિથી અમને દુઃખ થાય છે. ત્યારે જો પાટણની એકિટવ ગ્રુપ તેમનાં અન્ય સેવાકિય પ્રોજેકટોમાં આ સેન્ટરમાં આવતા ગરીબ બાળકોનાં પ્રવેશ ફી માટેની વ્યવસ્થા કરે તો ખુબ મોટી સેવા થઈ ગણાશે.

આ કાર્યક્રમમાં સેવાભાવી એવા યતિનભાઈ ગાંધીએ મહત્વનું સૂચન ક્યું કે, આ સંસ્થામાં પુરુષ સભ્યોની સાથે બહેનોની પણ સેવા મળી રહી છે. તો સંસ્થાની મહિલા પાંખ પણ સંસ્થામાં શરુ કરાય તો સંસ્થાને મોટી શક્તિ મળશે. પાટણ ખાતે યોજાયેલા એકિટવ ગ્રૂપનાં પદગ્રહણવિધિ સમારોહમાં પદગ્રહણવિધીકર્તા પાટણનાં જાણિતા દાનવીર અને ફાર્મા ક્ષેત્રે નામના મેળવનારા રાવલ એન્ટરપ્રાઈઝનાં અને પાટણ એકટીવ ગ્રુપનાં પૂર્વ પ્રમુખ હિતેશભાઈ રાવલે 2023 નાં વર્ષનાં નવા પ્રમુખ નિલેશ પટેલ, મંત્રી- અલ્પેશ પટેલ અને હતું. સહમંત્રી- મહેશ પટેલ, ખજાનચી- વિકાસ પટેલ અને ઉત્પલ ભાટીયા, ઉપપ્રમુખ સાહિલ પટેલ તથા સલાહકારો તરીકે દિલીપભાઈ પટેલ અને મૌલિકભાઈ સુખડીયા વિગેરેને હોદાનાં શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે નિવર્તમાન પ્રમુખ કૃષ્ણકાંત મોદીએ નવા પ્રમુખને હોદાનો ચાર્જ સોંપ્યો હતો. આ પ્રસંગે 2022માં કરાયેલા વિવિધ સેવાકીય પ્રોજેકટોનો અહેવાલ દર્શાવતા પૂસ્તકનું વિમોચન કરાયુ હતું. તથા પાટણ કોર્ટમાં એલએડીસીમાં નિયુક્તિ પામેલા આસિસ્ટન્ટ એલએડીસી અને આ સંસ્થાનાં ફાઉન્ડર અને સલાહકાર, બિલ્ડર દિલીપભાઈ પટેલનાં પૂત્રવધુ એડવોકેટ આયુષીબેન પટેલ, સહિત શહેરની વિવિધ સંસ્થાઓમાંથી આવેલા અગ્રણીઓનું સન્માન કરાયુ હતું.

આ પ્રસંગે પાટણનાં ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલે જણાવ્યુ કે, આ સંસ્થાની સેવાઓ ખૂબ જ ઉમદા અને સરાહનીય છે. તેમણે તેમનાં તરફથી કોઈ મદદની જરુર હોય તો મિત્ર તરીકે યાદ કરશો તો જરુર એ મદદ પુરી પાડવાની ખાત્રી આપી હતી. અને તમામ સભ્યોને પરિવાર સહ વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આવવા આમંત્રણ આપ્યુ હતું.

આ પ્રસંગે નવા પ્રમુખ નિલેશ પટેલે તેમનાં કાર્યકાળમાં ૨૦૨૩માં નવા સેવાકીય કાર્યો અને પ્રોજેકટો નિષ્ઠાપૂર્વક કરવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે પાટણનાં ઈન્કમટેક્ષ ઓફીસર નરેશભાઈ શર્મા, મનોજભાઈ પટેલ, યતિનભાઈ ગાંધી, પાટણનાં સાયન્સ સેન્ટરનાં ડાયરેકટર ડો. સુમિતભાઈ શાસ્ત્રી વિગેરેએ પ્રાસંગિક પ્રવચનો ર્યા હતા.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નિર્વતમાન પ્રમુખ કે.કે.મોદીએ કર્યુ હતું. મહેમાનોનો પરિચય પૂર્વ પ્રમુખ અને સલાહકાર દિલીપભાઈ પટેલે આપ્યો હતો. કાર્યક્રમમાં પાટણ નાગરિક સહકારી બેંકનાં ડિરેકટર મહેન્દ્ર પટેલ, ધર્મેશભાઈ પટવા, મુકેશભાઈ દેસાઈ, કનુભાઈ ભાટિયા, સંસ્થાનાં પૂર્વ પ્રમુખો અને કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન પાર્થ જોશી અને મૌલિકભાઈ સુખડીયાએ કર્યુ હતું. આભારવિધી મંત્રી વિકાસભાઈ પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...