બંધારણના શપથ:પાટણ જિલ્લાના 150થી વધારે ગામો અને સોસાયટીમાં બંધારણના શપથ લેવાનો કાર્યક્રમ યોજાયો

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ઉપરાંત વિવિધ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

ગુજરાતના 62માં સ્થાપના દિને 1 મેની રાત્રે 9 વાગે પાટણ જિલ્લાના 150 વધારે ગામો અને સોસાયટીમાં બંધારણના શપથ લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાત્રે 9વાગ્યાથી 9.15 વાગ્યા સુધી ઘરની તમામ લાઈટો બંધ કરી ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તથા બંધારણના આમુખની સાક્ષીએ બાળકો ભાઈઓ અને બહેનો સહિત 4950 લોકોએ પ્રતિજ્ઞા સાથે શપથ લીધા હતા.

શપથ લીધા હતા કે, ભારતના બંધારણની વફાદાર રહીશુ. ભારતના બંધારણે ચીધેલ રસ્તે ચાલીશું. બંધારણનું કોઈપણ ભોગે રક્ષણ કરીશું.સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા તે પાયાના બંધારણીય મૂલ્યોને જીવનમાં અપનાવીશું. કોમવાદ અને જાતિવાદની રાજનીતિ ના હાથા નહીં બનીએ.'

આ સાથે 2જી મેંનાં રોજ 165 ગામના લોકો અને પાટણ શહેરના લોકો દ્વારા ગુજરાતમાં આજે પણ નાત જાત અને આભડછેટની ગુલામી અકબંધ છે. તો આ આભડછેટના કલંકથી ગુજરાતને મૂક્ત કરવું, જીગ્નેશ મેવાણી સહિત તમામ અનુ જાતિ-જન જાતિ, લઘુમતી કોમનાં રાજકીય કાર્યકરો માનવ અધિકારના માટે કામ કરતા કર્મશીલો સામેના અને અધિકારો માટે થયેલ આંદોલનોમાં થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવે'ની માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પાટણ જિલ્લા સહીત ગુજરાતના 1100થી વધુ ગામોમાં કાર્યક્રમ યોજાયો તેવું સામાજિક કાર્યકર નરેન્દ્રભાઇ એમ પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...