મહત્વનો નિર્ણય:યુનિવર્સિટી દ્વારા છાત્ર સંખ્યા વિભાજીત કરી તબક્કાવાર મોક ટેસ્ટ અને પરીક્ષા લેવાશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોફ્ટવેર હેંગ થવા સહિતના પ્રશ્નો ઉભા થતાં મહત્વનો નિર્ણય

હેમ. યુનિ. દ્વારા બે થી વધુ ફેકલ્ટીના એક સાથે 15 હજારથી વધુ છાત્રોનો મોક ટેસ્ટ લેતા સર્વર લોડ લેતા સમસ્યાઓ સર્જાઈ હોઈ છાત્રો અને ઇસી સભ્યોની રજૂઆતને ધ્યાને લઇ અલગ અલગ ફેકલ્ટીના 10 હજારથી ઓછા છાત્રોનો એક સાથે પ્રથમ મોક ટેસ્ટ લેવાનું આયોજન કરાયું છે. અને મોક ટેસ્ટ સફળ રહેશે તો પરીક્ષા પણ એજ પ્રમાણે સંખ્યા વિભાજન કરી લેવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે.

યુનિ. દ્વારા પ્રથમ તબક્કામાં ફક્ત 2 હજાર છાત્રોની પરીક્ષા લેવાઈ હોઈ કોઈ પણ સમસ્યા વગર સફળ રીતે પરીક્ષા લઇ શકાઈ હતી.પરંતુ બીજા તબક્કામાં બીએ, બી.કોમ, બીએડ અને બીએસસી ફેકલ્ટીની એક સાથે 15 થી 20 હજાર છાત્રોની પરીક્ષા લેવાનું આયોજન કરી મોકટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં એક સાથે 15 હજાર છાત્રો લોગીન થતા સર્વર લોડ લેતું હોવાનું તારણ બહાર આવ્યું હોવાનુ અનુમાન લગાવી છાત્રોની યોગ્ય રીતે પરીક્ષા લેવાય અને સર્વર પણ સરળ રીતે ચાલે માટે છાત્રોની સંખ્યા વિભાજન કરી મોક ટેસ્ટ લેવામાં આવશે અને ત્યાર બાદ જો મૉક ટૅસ્ટ સફળ રહેશે તો આગામી સમયમાં એજ સંખ્યા પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...