એજ્યુકેશન:કોરોનાકાળમાં સરકારી શાળાઓમાં 4097 વિદ્યાર્થી વધ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણની 792 સરકારી પ્રાથમિક શાળાઓમાં છાત્રોની સંખ્યામાં વધારો થતાં 5392માંથી વધીને 5451 શિક્ષકોનું મહેકમ મંજૂર થયું
  • હાલમાં જિલ્લામાં 233 શિક્ષકોની ઘટ હોવાથી 30 એપ્રિલ સુધી 158 પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરાઈ, 49 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 4097 વિદ્યાર્થીઓનો વધારો થતાં શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોના મહેકમમાં વધારો થયો છે 5372 શિક્ષકોનું મહેકમ હતું તે વધીને 5451 શિક્ષકોનું મંજૂર થયું છે. એટલે કે શાળાઓમાં શિક્ષકોની 79 જગ્યાઓનો વધારો થયો છે. પરંતુ હાલમાં કુલ 233 શિક્ષકોની ઘટ છે. આ ઘટ પુરવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે 158 પ્રવાસી શિક્ષકોની 30 એપ્રિલ સુધી નિમણૂક કરી છે. બીજી બાજુ વિદ્યાસહાયકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે.

પાટણ જિલ્લાની 792 પ્રાથમિક શાળાઓમાં 31 ઓગસ્ટ 2020ની સ્થિતિએ ધોરણ 1થી 8 માં 147359 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેની સામે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 5372 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું હતું જ્યારે 31 ઓગસ્ટ 2021ની સ્થિતિએ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 151456 થતા શાળાઓમાં 4097 વિદ્યાર્થીઓનો ધરખમ વધારો થયો છે. જેના કારણે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 5451 શિક્ષકોનું મહેકમ મંજૂર કર્યું છે એટલે જિલ્લામાં 2020ની સરખામણીએ 79 શિક્ષકોની જગ્યામાં વધારો થયો છે.

પરંતુ હાલમાં 792 પ્રાથમિક શાળાઓમાં 5218 શિક્ષકો જ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે.233 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ઘટ પુરવા માટે સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 30 એપ્રિલ સુધી 158 પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરી તેમની પાસે બાળકોને શિક્ષણકાર્ય કરાવાઈ રહ્યું છે. બીજી બાજુ 49 વિદ્યાસહાયકોની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરી છે.

તાલુકાવાઈઝ મંજૂર મહેકમ,ખાલી જગ્યા

તાલુકોશાળાશિક્ષકોનું
મહેકમ
હાલના
શિક્ષકો

ખાલી

જગ્યા

પાટણ10269966732
સરસ્વતી14994689749
સિદ્ધપુર7561659125
ચાણસ્મા7846844028
હારીજ704604528
સમી8154452816
શંખેશ્વર4433532312
રાધનપુર10069166229
સાંતલપુર9369265834

કારણ - કોરોનામાં ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ અપાતું હતું પરંતુ વાલીઓને ફી ભરવી પડતી હતી

પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઇ નાડોદાએ જણાવ્યું કે કોરોના કાળમાં પ્રાઇવેટ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. સંખારી, ચંદ્રુમાણા સહિતના ગામોમાં વાલીઓ તેમના બાળકોને ગામની શાળામાં જ ભણાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બીજું કારણ એવું છે કે કોરોનામાં પ્રાઇવેટ શાળાઓ બંધ હતી ઓનલાઇન શિક્ષણ અપાતું હતું પરંતુ વાલીઓને ફી ભરવી પડતી હતી જ્યારે સરકારી શાળામાં શેરી શિક્ષણ તેમજ શિક્ષકોનો વાલી સંપર્ક જેવી પ્રવૃતિઓ ચાલુ હતી.

જેના કારણે બાળકો ખાનગીમાંથી સરકારી શાળાઓમાં આવી ગયા છે. વર્ષ 2018-19મા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાને કારણે શિક્ષકો વધતા હતા તેમને ત્યાં મૂકવા તે પ્રશ્ન હતો જ્યારે હાલમાં છાત્રોની સંખ્યા વધતા શિક્ષકોનું મહેકમ વધતા ભરતી કરવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...