રાહત:રસી લેવા વિદ્યાર્થીઓ શાળાએ આવતાં સંખ્યા વધી, રસી લીધા બાદ ગેરહાજર રહેતાં સંખ્યામાં ઘટાડો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણના બગવાડા દરવાજા ખાતે રસીકરણ કેન્દ્ર છેલ્લા ત્રણ દિવસથી રસીકરણ બાદ લોકો પેરાસીટામોલ ગોળી માંગતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગોળીઓના હોવાનું કહી બજારમાંથી લેવા માટે સૂચન કરી રહ્યા છે - Divya Bhaskar
પાટણના બગવાડા દરવાજા ખાતે રસીકરણ કેન્દ્ર છેલ્લા ત્રણ દિવસથી રસીકરણ બાદ લોકો પેરાસીટામોલ ગોળી માંગતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગોળીઓના હોવાનું કહી બજારમાંથી લેવા માટે સૂચન કરી રહ્યા છે
  • પાટણ જિલ્લામાં કોરોનાના કેસ ન હોઈ શાળા-કોલેજમાં કોઈ અસર નહી

ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસ પાટણ સિવાય અન્ય જિલ્લામાં પ્રકાશમાં આવી રહ્યા છે. તેમ છતાં પાટણ શહેર જિલ્લાની શાળાઓમાં પણ ફફડાટ વધી રહ્યો છે. તેની અસર કેટલેક અંશે શાળાઓમાં બાળકોની હાજરી પર પડી રહી છે. જોકે બીજી તરફ વેક્સિન આપવામાં આવી રહી હોવાથી માધ્યમિક શાળાઓમાં હાજરી વધી રહી છે અને વેક્સિન લીધા પછી ઘટી રહી છે તેમ શાળાઓના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે શિક્ષણ તંત્રના અધિકારીએ બાળકોની હાજરી પણ અસર પડી ન હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં જિલ્લામાં કેસ શરૂ થશે તો પછી હાજર સંખ્યા ઘટી શકે છે તેવો મત શિક્ષકોએ દર્શાવ્યો હતો.

એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલના આચાર્ય ધનરાજભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે બે દિવસથી વેક્સિનેશન ચાલુ હોવાથી 70 ટકા હાજરી હોય છે. બી.ડી. હાઇસ્કૂલના આચાર્ય બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું કે હાલમાં બાળકોની હાજરી મરજિયાત છે તેમ છતાં 60 થી 70 ટકા હાજરી હોય છે, તેમાં વેક્સિન લીધા પછી 40થી 50 ટકા જેટલી હાજર રહે છે. પ્રાથમિકમાં અંદાજે 30થી 40 ટકા બાળકો ગેરહાજર હોય છે.

જિલ્લા શિક્ષણાધિકારી જયરામ દેસાઈએ જણાવ્યું હતું કે માધ્યમિક શાળાઓમાં કોરોનાના ડરના કારણે સંખ્યા ઘટી હોય તેવા રિપોર્ટ આવ્યો નથી તેથી ઊલટું રસીકરણ શરૂ થવાથી બાળકોની સંખ્યા વધી છે. જો કે જિલ્લામાં કેસ શરૂ થયા પછી બાળકોની હાજરી સંખ્યા ઘટી શકે છે તેવો મત શિક્ષકોએ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...