તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Number Of Corona Positive Patients In Patan Civil Hospital Has Come Down, Not A Single Patient Is Currently Waiting.

પોઝિટિવ સમાચાર:પાટણની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી, હાલમાં એક પણ દર્દીનું વેઈટીંગ નથી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના દિવસોમાં 40 દર્દીઓનું વેઈટીંગ રહેતું હતું
  • ત્યારે ગઇકાલે 18 દર્દીઓનું વેઈટીંગ હતું

પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કોવિડ વોર્ડમાં અત્યાર સુધીમાં કોરોના દર્દીઓનો ઘસારો રહેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા હાલમાં એક પણ દર્દીનું વેઈટીંગ રહ્યું નથી.

છેલ્લા ઘણા મહિનાથી તમામ બેડ ફુલ રહેતા હતા

પાટણ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો હતો. અને છેલ્લા ઘણા મહિનાથી તમામ બેડ ફુલ રહેતા હતા. તેમજ અન્ય દર્દીઓને વેઇટિંગમાં રહેતો હતા. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણ હળવું બનતા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ઘસારો ઓછો થવા લાગ્યો છે. જેને લઇ પાટણ સિવિલ હોસ્પિટલમાં અગાઉ 40 દર્દીઓનું વેઇટિંગ રહેતું હતું. ત્યારે ગઈકાલે તે વેઈટીંગ ઘટીને 18 દર્દીઓનું થઈ ગયુ હતું.

કોરોના દર્દીઓ માટે કુલ 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી

આજે એક પણ દર્દી વેઈટીંગમાં ન હોવાનું સિવિલ સર્જન ડોક્ટર અરવિંદભાઈ પરમારે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે કુલ 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં 6 બેડ ઓક્સિજન વગરના છે. તેમજ 24 બેડ ઓક્સિજન વાળા છે. અને એક બેડ વેન્ટિલેટર વાળો છે. હાલ તમામ બેડ ભરેલા છે.

અન્ય સમાચારો પણ છે...