• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Number Of Active Cases Registered In Patan Today Increased To Four With Three New Cases Being Registered Against Corona

કોરોના અપડેટ:પાટણમાં આજે કોરોનાના નવા ત્રણ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ચાર થઇ

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારીજના રસુલપુરામાં સાંકળીયા વાસને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસ અવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે શહેરમાં શુક્રવારે વધુ ત્રણ કોરોનાના કેસ સામે આવ્યાં છે. શહેરમાં પિતા-પુત્ર અને એક અન્ય વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં આજે નવા ત્રણ કેસ નોંધતાં એક્ટિવ કેસની સંખ્યાં ચાર થઇ છે. જ્યારે હારીજ તાલુકાના રસુલપુરા ખાતે આવેલા સાંકળીયા વાસને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ઓમિક્રોનની સંભવીત લહેરને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ ગાઇડલાઇનનાં ચુસ્ત પાલન સાથે વિવિધ તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગુરુવારે 1 કેસ આવ્યા બાદ આજે શહેરમાં 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં પાટણ શહેરની શક્તિ પાર્ક સોસાયટી રહેતા 48 વર્ષય પિતા અને 23 વર્ષના પુત્ર સહિત વેદ ટાઉન્સીપ 26 યુવાનનો કોરોના સંક્રમિત થયો છે. ત્રણે દર્દીઓને ઘરે જ હોમ કોરેન્ટાઈન કરી સારવાર શરૂ કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 10 હજાર 667 પ્રકાશમાં આવ્યા છે. તો હાલમાં 1442 લોકોનાં કોરોના રિપોર્ટ પેન્ડીગ છે. જ્યારે 5 લાખ 72 હજાર 267 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાનાં કારણે 109 લોકોનાં મૃત્યુ નિપજયાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...