વધામણાં:પાટણની સરસ્વતી નદીમાં નર્મદાના નીર આવતા કોગ્રેસ દ્વારા વધામણાં કરવામાં આવ્યા

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલ મારફતે 400 ક્યુસેલ પાણી છોડવામાં આવ્યું મારી રજુઆતના પગલે જળાશયમાં પાણી છોડવામાં આવ્યું: કિરીટપટેલ

સરકાર દ્વારા નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલ મારફતે ઉત્તર ગુજરાતના સૂકાભઠ્ઠ વિસ્તારોમાં વહેતા કરી ભૂગર્ભ જળના સ્તરને ઉંચુ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેને લઇને મંગળવારના રોજ રાજય સરકારનાં આદેશ મુજબ નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલ મારફત કમલીવાડાથી પાટણ સરસ્વતી નદી છોડવામાં આવતા શુક્રવારે પાણી સરસ્વતી નદીમાં આવતા પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા નર્મદાના પાણીના વધામણાં કરવામાં આવ્યા હતા

પાટણમાં આવેલી સરસ્વતી જળાશય ઉંડુ કરવામાં આવે તેમજ જળાશયમાં પાણી છોડવામાં આવે તેવી લેખીત રજુઆત પાટણના ધારાસભ્ય કીરીટભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિંચાઈ મંત્રીને કરવામાં આવી હતી.

ધારાસભ્યની આ રજૂઆતના પગલે રાજ્ય સરકારના આદેશ અનુસાર જળાશય ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે શુક્રવારના દિવસે સવારે સરસ્વતી જળાશયમાં પાણી છોડવામાં આવતા પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકર ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન પટેલ, ભરત ભાટીયા, દિપક પટેલ અને આનંદ દેસાઈ સહિતના આગેવાનો જળાશય ખાતે પાણીના વધામણા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પાટણ ધારાસભ્ય કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં જળાશયમાં પાણી છોડવા માટે મે કરેલી રજુઆતને પગલે આજરોજ પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે અહીં પાણીનો સંગ્રહ થશે તેમજ આજુબાજુના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે તેમજ પાણીના સ્તર ઊંચા આવશે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બનશે. આ પ્રસંગે ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિંચાઇ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...